
અત્યારે જ્યાં જુઓ ત્યાં ટી20 વર્લ્ડકપ-2024 જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્મા (T20 World Cup-2024 Winning Captain Rohit Sharma) ના નામની જ ચર્ચા ચાલી રહી છે. પોતાની ગેમની સાથ સાથે જ રોહિત પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં આવ્યો છે. એક એક્ટ્રેસે કરેલા દાવા અનુસાર તેના અને રોહિતની લવ સ્ટોરીમાં વિરાટ કોહલી વિલન બન્યો હતો અને એને કારણે જ બંનેના સંબંધનો અંત આવ્યો હતો.
હિટમેનની ફેનફોલોઈંગ દુનિયાભરમાં છે. હાલમાં ભલે રોહિત શર્મા પોતાની મેરીડ લાઈફમાં ખુશ- ખુશહાલ હોય પણ એક સમયે તેનું નામ બોલીવુડની અનેક એક્ટ્રેસ અને મોડેલ સાથે તેનું નામ જોડાઈ ચૂક્યું છે.
વર્ષ 2012માં ખુદ સોફિયા હયાત (Bollywood Actress Sofia Hayat) એ આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે ભારતીય ક્રિકેટર રોહિત શર્માને ડેટ કરી ચૂકી છે. 2012માં જ સોફિયાએ એક ટ્વીટ કર્યું હતું કે તે રોહિતને લંડનની એક હોટેલમાં મળી હતી અને ત્યાં તેણે એક્ટ્રેસને કિસ પર કર્યું હતું.
સોફિયાની વાત પર વિશ્વાસ કરીએ તો જ્યારે રોહિત શર્માએ મીડિયાને કહ્યું કે તેની અને સોફિયા વચ્ચે કંઈ નથી તો તેનું દિલ તૂટી ગયું હતું. એટલું જ નહીં પણ સોફિયાએ તો રોહિત શર્મા સાથેના તેના સંબંધ તૂટવા માટે પણ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી (Indian Cricketer Virat Kohli)ને જ જવાબદાર ગણાવ્યો હતો.
હવે વિરાટ કઈ રીતે રોહિત અને સોફિયાના સંબંધનો અંત લાવવામાં કારણભૂત છે એનો ખુલાસો તો સોફિયાએ નથી કર્યો. જોકે, આ વાતમાં કેટલી સચ્ચાઈ છે એ વાત તો રામ જાણે. પણ સોફિયાના આ દાવાથી ચોક્કસ જ ખળભળાટ મચી ગયો છે.