આમચી મુંબઈમહારાષ્ટ્ર

Mumbai hit and run: કોણ છે રાજેશ શાહ, કઈ રીતે બન્યા શિંદેસેનાના નેતા

મુંબઈઃ મુંબઈમાં વરલી ખાતેના એક્સિડેન્ટમાં કારચાલક મિહિર શાહના પિતા અને શિવસેનાના ઉપનેતા રાજેશ શાહની વર્લી હિટ એન્ડ રન કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ રાજેશ શાહ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સંબંધો સમાચારોમાં ચમકી રહ્યા છે. જોકે મુખ્ય પ્રધાને સ્પષ્ટ કર્યું છે કે કાયદાની પકકડમાંથી કોઈ છટકી શકશે નહીં, પરંતુ આ રાજેશ શાહ કોણ છે અને શિંદેસેનામાં તેમની શું ભૂમિકા છે તે જાણવું જરૂરી બની ગયું છે.

વર્ષ 2022માં શિંદેએ શિવસેનામાં બળવો કર્યો હતો. જે બાદ શાહે શિંદેને સમર્થન આપ્યું હતું. શાહ તેમના નેટવર્કિંગ માટે જાણીતા છે. પાલઘર અને આસપાસના વિસ્તારોમાં વિવિધ સમુદાયો સાથે તેમનો સારો સંપર્ક છે. એપ્રિલ 2023માં, શિંદેએ શાહને ડેપ્યુટી લીડર તરીકે નિયુક્ત કર્યા. તે પહેલા તેઓ પાલઘર જિલ્લા પ્રમુખ હતા. તે સમયે શિવસેના એકજૂટ હતી.

શાહ એક ગુજરાતી વેપારી પરિવારમાંથી આવે છે. તેઓ પાલઘરમાં MIDC અને ઔદ્યોગિક વિસ્તારમાં ભંગારના વ્યવસાય સાથે જોડાયેલા છે. આ ઉપરાંત તેઓ કન્સ્ટ્રક્શન મટિરિયલના સપ્લાયર છે. તેઓ મેનેજમેન્ટ, કોમ્યુનિકેશન સ્કીલ સારી ધરાવે છે. જેના કારણે તેઓ ઉપનેતાના પદ સુધી પહોંચ્યા છે, તેમ સ્થાનિક નેતાએ એક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું.

આ પણ વાંચો : Mumbai BMW Hit and run case: CCTV ફૂટેજ સામે આવ્યા, અત્યાર સુધીમાં 2 લોકોની ધરપકડ

શાહ 2000 પહેલાથી રાજકારણમાં સક્રિય હતા. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિંદેને થાણે અને પાલઘરની જવાબદારી સોંપી હતી. તે પછી શાહ અને શિંદે એકબીજાની નજીક આવ્યા. શાહને પાલઘરમાં શિંદેના જમણા હાથ તરીકે ઓળખવામાં આવે છે.

શાહનું ઘર પાલઘરના કેલ્વે-માહિમ વિસ્તારમાં છે. આ સિવાય તેમનું બોરીવલીમાં પણ ઘર છે. પાલઘરમાં તમામ સમુદાયો સાથે તેમના સારા સંબંધો છે. જાહેર જીવનમાં ન હોવા છતાં રામ નવમી, હનુમાન જયંતિ, મહાવીર જયંતિ, આંબેડકર જયંતિ જેવા કાર્યક્રમોમાં તેમની હાજરી હોય છે.

રાજેશનો પુત્ર મિહિર, જે અકસ્માત સમયે કાર ચલાવી રહ્યો હતો, તે બોરીવલીમાં તેના ઘરે રહે છે. પાલઘરમાં ઘણા લોકો તેને ઓળખતા નથી. મિહિર ક્યારેક પાલઘર આવે છે. તે પારિવારિક વ્યવસાય માટે પાલઘર આવે છે. અન્ય રાજકીય નેતાઓના પુત્રોની જેમ તેઓ રાજકારણમાં બહુ સક્રિય નથી. પરંતુ તે તેના પિતા સાથે જોવા મળતો હોય છે. પાલઘરના એક નેતાએ જણાવ્યું હતું કે તે બોરીવલીમાં રહેતો હોય તેના વિશે વિશેષ કોઈ માહિતી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button