નેશનલ

કોંગ્રેસે દિલ્હી લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતવા માટે AAPને જવાબદાર ગણાવી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં દિલ્હીમાં એક પણ બેઠક ના જીતવા માટે કૉંગ્રેસે આમ આદમી પાર્ટીને જવાબદાર ગણાવી છે. કૉંગ્રેસની ફેક્ટ ફાઇડિંગ કમિટીના રિપોર્ટમાં આ વાત જણાવવામાં આવી છે, એમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.

લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસે ઘણા રાજ્યોમાં ખરાબ પ્રદર્શન કર્યું છે. આ કંગાળ પ્રદર્શનના કારણો જાણવા માટે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા આ કમિટીએ કૉંગ્રેસ અદ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. બે પાનાના આ રિપોર્ટમાં દિલ્હીના હારના કારણો અને સૂચનો પણ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: G20 Summit Delhi: દિલ્હીમાં વરસાદને કારણે ભારત મંડપમ પાણીથી ભરાઈ ગયું, કોંગ્રેસે કહ્યું વિકાસ તરી રહ્યો છે

કમિટીએ જણાવ્યું છે કે દિલ્હીમાં કૉંગ્રેસની હાર માટે આમ આદમી પાર્ટી જવાબદાર છે. ઉમેદવારોએ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના નેતાઓ સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે AAPએ ચૂંટણી સમયે કોંગ્રેસના ઉમેદવારો માટે કામ કરવા માટે તેના કેડરને સૂચના આપી ન હતી, તેથી મતદાનના દિવસે પોલિંગ બૂથ પર AAP અને કોંગ્રેસના એજન્ટો વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો.

દિલ્હી કોંગ્રેસના નેતા અમરેન્દ્ર સિંહ લવલીનું બીજેપીમાં આવવું પાર્ટી માટે સારું નહોતું. જેને કારણે લોકોમાં ખોટો સંદેશો ગયો હતો. . ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટીએ એમ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસના સંગઠનનો અભાવ પણ હારનું કારણ છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker