આમચી મુંબઈ

ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટ પર 50 ફ્લાઈટ્સને અસર, જુઓ એડવાઇઝરી

મુંબઈમાં ભારે વરસાદને (Heavy rain in Mumbai) કારણે જનજીવનને વ્યાપક અસર પહોંચી છે, શહેરમાં રોડ અને રેલ માર્ગે યાતાયાત ખોરવાયો છે. એવામાં ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીને કારણે મુંબઈ એરપોર્ટ(Mumbai Airport) પર ફ્લાઈટ ઑપરેશનને ગંભીર અસર થઈ હતી. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મુંબઈમાં લેન્ડ કરવા માટે નિર્ધારિત 50 થી વધુ ફ્લાઈટ્સ કાં તો રદ કરવામાં આવી છે અથવા અમદાવાદ, હૈદરાબાદ અને ઈન્દોર સહિત કેટલાક સ્થળોએ ડાયવર્ટ કરવામાં આવી છે.

એરપોર્ટ ઓથોરીટી એ પણ જાણ કરી છે કે અરાઈવલને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, અને ડાઇવર્ટ કરાયેલી ફ્લાઇટ્સને એકોમડેટ માટે ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ડિપાર્ચરમાં મોડું થઇ રહ્યું છે.

આ પણ વાંચો: મુંબઈચી પુનઃ તુંબઈઃ છ કલાકમાં 11 ઈંચ વરસાદ, લોકલ ઠપ, શાળા-કૉલેજ બંધ

પરિસ્થિતિને જોતાં, છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) એ મુસાફરો માટે એક એડવાઇઝરી જાહેર કરી, એરપોર્ટે મુસાફરોને સલાહ આપી કે તેઓ તેમની સંબંધિત એરલાઇન્સ સાથે તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસે અને થોડા એરપોર્ટ માટે થોડા વહેલા રવાના થાય.

ફ્લાઇટમાં ડીલે અને ડાયવર્ઝનને ધ્યાનમાં રાખીને કેટલીક એરલાઇન્સે મુસાફરો માટે ચોક્કસ એડવાઇઝરી પણ જાહેર કરી છે.

ઇન્ડિગોએ તેની એડવાઈઝરીમાં લખ્યું છે કે “હવામાન અને ત્યારપછીના એર ટ્રાફિકને કારણે, મુંબઈથી જતી કે મુંબઈથી આવતી ફ્લાઈટ્સને અસર થઈ છે. તમારી ફ્લાઇટ સ્ટેટસ પર નજર રાખો.”

આ પણ વાંચો: Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, ઘણા વિસ્તારોમાં રેલવે ટ્રેક ડૂબી ગયા

દરમિયાન, સ્પાઈસજેટે લખ્યું: “ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટ રોડ પર ટ્રાફિક કોન્જેશન અને સ્લો વેહિકલ મૂવમેન્ટની અપેક્ષા છે. એરપોર્ટ પર મુસાફરી કરતા મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ લાઇવ ટ્રાફિક પર નજર રાખે અને તે મુજબ તેમની મુસાફરીનું આયોજન કરે.”

મુંબઈમાં રવિવારથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વરલી, કુર્લા ઈસ્ટ, કિંગ્સ સર્કલ વિસ્તાર અને દાદર સહિત શહેરના ઘણા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. ઘણા રેલ્વે ટ્રેક પર પાણી ભરાઈ જવાના અહેવાલો છે, જેના કારણે ટ્રેનો રદ થઇ છે અથવા ડીલે થઇ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button