આપણું ગુજરાત

ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં મેઘરાજાનો વિરામઃ સિઝનનો સરેરાશ આટલો વરસાદ નોંધાયો

અમદાવાદઃ ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેવાનો હવામાન વિભાગ દ્વારા અગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે અને 9મી જુલાઈના રોજ બનાસકાંઠા, મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે અને અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 42 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સિઝનનો સરેરાશ 23.12 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં મેઘમહેરની આગાહી વચ્ચે ગઈકાલે રવિવારે દક્ષિણ ગુજરાતને બાદ કરતા અન્ય ઝોનમાં કોરાડું જોવા મળ્યું હતું. આજે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 42 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વાપીમાં એક ઈંચથી વધુ (27 મીમી) વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જોટાણામાં 24 મીમી, વિરમગામમાં 16 મીમી,પારડીમાં 13 મીમી, દેત્રોજ-રામપુરામાં 12 મીમી સહિત અન્ય તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં સિઝનનો એવરેજ 23.12 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં 25.63 ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં 15.89 ટકા વરસાદ, મધ્ય ગુજરાતમાં 15.07 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં 30.23 ટકવરસાદ અને દક્ષિણ ગુજરાતમાં 26.84 ટકા વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી મુજબ આજે સોમવારે વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની સંભાવના છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button