લો બોલો, આ દેશના નાળાઓમાં પણ રંગબેરંગી માછલીઓ જોવા મળે છે…
આપણે સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારના અને દેશ વિદેશના વિડીયો જોતા જ હોઇએ છીએ તેમાં પણ ઘણી વાર આપણને એવા એવા વિડીયો જોવા મળે કે આપણે ક્યારે વિચાર્યુ જ ના હોય ઘણી જગ્યાએ નાના નાના બાળકો કંઇક અલગ જ કરતબ કરીને પોતાની ક્ષમતા દર્શાવતા હોય છેય તો ક્યારેક લોકો ફેમસ થવા માટે નવા નવા ડ્રેસ પહેરીને રીલ પણ બનાવતા હોય છે.
આવા વિડીયો દ્વારા ઘણી અજાણી વાતો પણ જાણવા મળે છે. આવો જ એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમને થશે કે શું ખરેખર આ શક્ય છે. આજે એક એવો વાઇરલ વિડીયો બતાવું કે જે જોઇને તમને થાય કે અને તો ક્યારેય આવી ડ્રેનેજ સિસ્ટમની કલ્પના પણ કરી નથી.
આપણા દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યા બાદ પણ આટલી સ્વચ્છતા જોવા મળતા નથી. તમે કદાચ જાપાનના લોકોના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય વિશે સાંભળ્યું જ હશે અને તેમના શિસ્તબદ્ધ જીવન વિશે પણ જાણો છો. હવે અમે તમને તેની એક ખાસિયત બતાવીએ, જે તમને દંગ કરી દેશે.
તમે ઇન્ટરનેટ પર જાપાનના લોકોની સર્જનાત્મક વિચારસરણી અને વિચિત્ર શોધ જોતા જ હશો. તો તમે ક્યારેય જાપાનના નાળાઓ જોયા છે. તે એકદમ સ્વચ્છ પાણીની નહેરો જેવા દેખાય છે. જેનો એક વિડીયો સોશિયલ મિડીયા પર વાઇરલ થઇ રહ્યો છે. જેમાં અહીંની ગટર જોઈ શકાય છે. આ ગટરોમાં વહેતું પાણી નદીના પાણી જેટલું સ્વચ્છ છે અને તેમાં રંગબેરંગી માછલીઓ તરતી જોવા મળી રહી છે. આ સ્વચ્છ ગટર જાપાનના નાગાસાકીમાં છે. તેવું વાઇરલ વિડીયોમાં જણાવવામાં આવી રહ્યું છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો હતો. વિડીયોને અત્યાર સુધીમાં 1.5 મિલિયન એટલે કે 15 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે લગભગ 2 લાખ લોકોએ વિડીયોને લાઈક કર્યો છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે કહ્યું હતું કે તેથી જ જાપાન વિશ્વમાં સૌથી અલગ અને વિકસિત દેશ છે. તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે તે જાપાની છે અને આ પાણીનો ઉપયોગ ચોખાની ખેતી માટે થશે અને નાળાનું આ પાણી ખરેખર સ્વચ્છ છે.