નેશનલ

હરિયાણામાં ગંભીર માર્ગ અકસ્માત, બસ પલટી જતાં 40 થી વધુ બાળકો ઘાયલ

પંચકુલા: હરિયાણાના પંચકુલા જિલ્લામાં આજે સોમવારે સવારે ગંભીર અકસ્માત (Panchkula bus accident) સર્જાયો હતો. હરિયાણા રોડવેઝ(Haryana Roadways)ની મિની બસ પલટી જતાં સર્જાયેલા અકસ્માતમાં 40થી વધુ શાળાના બાળકો ઘાયલ થયા છે. બાળકોને અકસ્માતગ્રસ્ત બસની બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલ તમામ ઘાયલ બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અહેવાલ મુજબ બસ ઓવર સ્પીડના કારણે બેકાબૂ થઈ ગઈ હતી અને પલટી ગઈ હતી.

એક અહેવાલ મુજબ આ અકસ્માત પિંજોરના નૌલતા ગામ પાસે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બસ વધુ પડતી ઝડપથી ચાલી રહી હોવાથી, આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઉપરાંત બસમાં ક્ષમતા કતા ઘણા વધારે મુસાફરોની અને રોડની ખરાબ હાલત પણ અકસ્માતનું કારણ હોઈ શકે છે.

દરમિયાન, પંચકુલાના કાલકા વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના વિધાનસભ્ય પ્રદીપ ચૌધરીએ જણાવ્યું હતું કે તપાસ શરૂ કરવામાં આવી છે.

અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં 50 બાળકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ પ્રશાસને મામલાની નોંધ લીધી અને ડ્રાઈવર અને કંડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અકસ્માત બાદ હરિયાણા રોડવેઝની મિની બસનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે, જ્યારે કંડક્ટરને ઈજાઓ થવાને કારણે પંચકુલાના સેક્ટર 6 સ્થિત સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત