આમચી મુંબઈમહારાષ્ટ્ર

મંત્રીઓને પણ નડ્યો ટ્રાફિક જામ, કરી ટ્રેનમાં યાત્રા

નાશિકઃ ટ્રાફિક જામની સમસ્યા દેશભરમાં એક આમ સમસ્યા બની ગઈ છે. જનતા તો ઠીક પરંતુ નેતાઓ અને મંત્રીજીઓને પણ ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી જે ઘટના હાલમાં નાશિક ખાતે બની હતી. રસ્તા પરના ખાડાઓને કારણે અને કસારા ઘાટમાં તિરાડ અને હાઇવે પર સતત રહેતા ટ્રાફિકજામને કારણે વિધાનસભ્યો અને પાલક પ્રધાન દાદા ભૂસેને કલેક્ટર કચેરી સુધી પહોંચવા માટે વંદે ભારત ટ્રેન દ્વારા મુસાફરી કરવી પડી હતી. ટ્રાફિકની સમસ્યા અને કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આયોજન સમિતિના સભ્યોએ કલેકટર કચેરી ખાતે બેઠક યોજીને નારાજગી વ્યક્ત કરી હતી

પાલક પ્રધાન દાદા ભૂસેએ માહિતી આપતા જણાવ્યું હતું કે મંત્રાલયમાં નાશિક હાઇવેની ટ્રાફિક જામની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી તેમજ વિધાન પરિષદની ચૂંટણીની આચારસંહિતામાં અટવાયેલી જિલ્લા આયોજન સમિતિની બેઠક રવિવારે પાલક મંત્રી દાદા ભૂસેની અધ્યક્ષતામાં મળી હતી. આ પ્રસંગે ઉપસ્થિત લગભગ તમામ વિધાનસભાએ મુંબઈ જતી વખતે પડતી તકલીફો જણાવી હતી તેમણે જણાવ્યું હતું કે હાઈવે પર પાક કરાયેલા ટ્રેલરોને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વકરે છે અને આ જગ્યાએ તેમને પાર્કિંગની મંજૂરી કેવી રીતે આપવામાં આવે છે એવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો

નાશિક મુંબઈ હાઇવે પરના ખાડાઓ અને વિવિધ સ્થળોએ ધીમી ગતિએ ચાલી રહેલા કામો સામે પણ જનપ્રતિનિધિઓએ આક્રમક વલણ અપનાવ્યું હતું. હાઇવેથી મુસાફરી કરવામાં કલાકો લાગે છે તેથી તેમણે વાહનો છોડીને ટ્રેનમાં આવવાનું પસંદ કર્યું હતું. સોમવારે સવારે 10:00 વાગે મુંબઈમાં બેઠક છે અને આ સમયે ટ્રેનમાં જવાનું શક્ય નહીં હોવાનું પણ પ્રતિનિધિઓએ જણાવ્યું હતું. લોકોની ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને બેઠકમાં કેમ બોલાવવામાં ન આવ્યા તેવો સવાલ પણ તેમણે કર્યો હતો.
પાલક પ્રધાન ભૂસેના જણાવ્યા મુજબ ભિનવડી બાયપાસનું કામ ઓક્ટોબરના અંત સુધીમાં પૂરું થઈ જશે. તેમણે જણાવ્યું હતું કે અહીં 12 લેનનો રસ્તો છે અને પોલીસની મદદ માટે વધારાના 100 કર્મચારીઓ પણ તેનાત કરવામાં આવ્યા છે. આ અંગે તંત્રને સુચના પણ આપવામાં આવશે.

નોંધનીય છે કે નાશિક મુંબઈ હાઇવેની સમસ્યાનું સમાધાન શોધવા માટે નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે આજે મંત્રાલયમાં બેઠક બોલાવી છે. જો આ બેઠકની માહિતી અગાઉ મંત્રાલય સ્તરે મળી હોત તો સંબંધિત અધિકારીઓ અને તેની જાણ કરવામાં આવી શકી હોત. થાણે કલેકટરે પણ આ સંદર્ભે બેઠક બોલાવી છે અને મંત્રાલયમાં મળનારી બેઠકમાં આ સમસ્યાનો ઉકેલ શોધવામાં આવશે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button