મરણ નોંધ

હિન્દુ મરણ

સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
શીલ નિવાસી હાલ કાંદિવલીના સ્વ. ભાવના તથા સ્વ. પ્રવિણચંદ્ર પરમાણંદદાસ સેતા ના પુત્ર કિરણભાઈ (ઉં.વ.૫૪) તા. ૫/૭/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે ફાલ્ગુનીના પતિ, જીલના પિતા, અંજના સિંઘવડ અને શૈલેષભાઇના ભાઈ, ભારતીબેન મુકુંદભાઈ ઘડાના જમાઈ, હરિલાલ નથુભાઈ મર્થકના દોહિત્ર તેમની પ્રાર્થનાસભા સોમવાર તા. ૮/૭/૨૪ ના રોજ ૪ થી ૬ કલાકે શ્યામ સત્સંગ ભવન, મહાવીર નગરની સામે, એકતા નગર, શ્યામજી બાપુ માર્ગ, લિંક રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
મોસાળપક્ષે સ્વ જયાબેન તથા સ્વ. હરિલાલ અમરશી જોગીના દોહિત્ર કિરીટભાઈ (ઉં.વ.૪૯) તે શીલ નિવાસી હાલ કાંદિવલી તા. ૫/૭/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. અનિલાબેન તથા સ્વ. ભુપતભાઇ પરમાણંદદાસ સેતાના પુત્ર, અસ્મિતાના પતિ, જશના પિતા, ગં. સ્વ લતાબેન કિરીટભાઈ કિરી ના જમાઈ. તેમની પ્રાર્થનાસભા સોમવાર તા. ૮/૭/૨૪ ના રોજ ૪ થી ૬ કલાકે શ્યામ સત્સંગ ભવન, મહાવીરનગરની સામે, એકતા નગર, શ્યામજી બાપુ માર્ગ, લિંક રોડ, કાંદિવલી વેસ્ટ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પરજીયા સોની
મૂળગામ ગઢડા હાલ દહિસર રાજેશભાઈ પ્રભુદાસ ધકાણના પુત્રવધુ તથા અમિતના ધર્મપત્ની અ. સૌ ક્રિષ્નાબેન (ઉં.વ. ૨૭) તે મોટા ખૂંટવડા હાલ ઇન્દોર હિંમતભાઇ તુલસીદાસ જગડાના પૌત્રી તથા મહેન્દ્રભાઈના દીકરી. તા. ૬/૭/૨૪ ના રોજ અક્ષરનિવાસી થયેલ છે.

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
પ્રભાશંકર રૂગનાથ ઠાકર (ઉં. વ. ૭૮) ગામ ઓલવાણ-દહીસર તા. ૬-૭-૨૪ને શનિવારના રોજ કૈલાસવાસી થયા છે. પ્રાર્થનાસભા તા. ૮-૭-૨૪ના સોમવારે સાંજે ૫થી ૭. ઠે. સમાજ કલ્યાણ હોલ, (ડીએસએફ) જરીમરી ગાર્ડનની બાજુમાં, આનંદ નગર, દહીસર (ઇસ્ટ). નિર્મળાબેનના પતિ. સ્વ. સંજય પ્રભાશંકર ઠાકરના પિતાશ્રી. ધર્મદેવ સંજય ઠાકર, દર્શના સંજય ઠાકર, હેમાલી સંજય ઠાકરના દાદા. લક્ષ્મીબેન રૂગનાથ નથુભાઇ ઠાકરના પુત્ર. દિવાળીબેન હીરજી ગીરધર ઓઝાના જમાઇ. (ગામ-ઉટિયા) ઉત્તરક્રિયા સરવાણી તીર્થસ્થાનમાં રાખેલ છે.

સંબંધિત લેખો

બારગામ કડવા પાટીદાર
ડાહીબહેન શંકરલાલ પટેલ ગામ મોજારીયા, હાલ મુંબઇ (ઉં.વ. ૮૩) તા. ૬-૭-૨૪ને શનિવારના દેવલોક પામેલ છે. સદગતનું સંયુક્ત બેસણું તા. ૮-૭-૨૪ના સોમવારના શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, એસ. વી. રોડ, પારેખ લેન, કાંદિવલી (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૬૭ મુકામે રાખેલ છે. શોકાતુર: પટેલ રાજેશભાઇ શંકરલાલ (પુત્ર), પટેલ શંકરલાલ હરગોવનદાસ (પતિ), પટેલ ધ્રુમિલ રાજેશભાઇ (પૌત્ર).

દશા સોરઠીયા વણિક
બાબરા નિવાસી હાલ ભાયંદર ગં. સ્વ. નિલમબેન મનસુખલાલ ઝવેરી (ઉં. વ. ૯૧) તે દિલીપ, નિલેશ, જયોતિબેન રવિન્દ્ર સંઘવી, કોકિલાબેન સતીષ શાહ તથા સ્વ. મીનાબેન રાજેન્દ્ર રાજકોટીઆના માતુશ્રી. તે જયશ્રી, સ્વ. તૃપ્તિનાં સાસુમા શનિવાર તા. ૬-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button