ધર્મતેજ
સત્સંગનો સંગ પારસમણિનું કામ કરે
આચમન -અનવર વલિયાણી
સત્સંગ એટલે જીવન જીવવા માટેનાં નીતિ-નિયમો, સત્યો, ઈશ્ર્વરની ઈચ્છાઓ તથા લક્ષ્મણરેખાઓ જાણતા હોવાનો દાવો કરનારાઓ સાથેનો સંગ!
- સત્સંગથી ‘અંતરાત્માનો અવાજ’ સાંભળવાની, સમજવાની અને એ પ્રમાણે વર્તવાની દૃઢતા કેળવાય.
- ઈશ્ર્વરના નિયમો અને કુદરતના કાનૂનો સમજાય.
- સત્સંગથી સદ્બુદ્ધિ, વિવેકબુદ્ધિ અને પ્રેમબુદ્ધિ વધે.
- સત્સંગના પવિત્ર તાપથી મન-હૃદય, બુદ્ધિનો કચરો બાળવામાં મદદ થાય.
- સત્સંગથી પ્રસન્નતા અને
સંતોષ મળે. - પ્રશ્ર્નોના ઉકેલ અંતરમનમાં જ પ્રગટે, આપણી ભૂલો, દોષો પણ દેખાય.
- સત્સંગ
ગુરુઓ, અંતરઆત્મા, ઈશ્ર્વર અને ગ્રંથ સાથે પણ થઈ શકે. - સત્ય તથા ઈશ્ર્વરીય નિયમો જાણનાર તથા ધીરજ, મીઠાશ અને રૂપકો સાથે સમજાવી શકનારના એકાદ-બે વાક્યો પણ જીવન બદલી શકે, -વાલિયામાંથી વાલ્મીકિ પણ બનાવી શકે.
ઉદારતા, પ્રેમ, નમ્રતા, દયા, કરુણા, સંવેદનશીલતા વધે. - પોતા માટે પોતાના સમાજ તથા જગત માટે પોતે વધુ ઉપયોગી સેવા આપી શકે તે માટેની લાયકાતો (કેલીબર, સ્કીલ) વધારવા પર ધ્યાન જાય છે, માંગણવૃતિ ઘટવા પામે છે.
- સત્સંગથી
- નિર્ણયો લેવામાં,
- ચુકાદાઓ આપવા માટે બુદ્ધિ અને હૃદયનું ત્રાજવું તથા દૃષ્ટિ વધુ ચોક્કસ થતાં જાય.
- સત્સંગથી
- ધ્યેય, મિશન સ્પષ્ટ થાય તથા દિશા અને દૃષ્ટિ મળે
-સત્સંગ એટલે - ઊર્ધ્વગતિ તરફ લઈ જાય, પ્રેરે તેવાઓ સાથેનો સંગ.
- સત્સંગ માટે ‘સાંભળવાની કળા’ લાયકાત કેળવવી જરૂરી
- સત્સંગ પોતાને બદલવાની ક્રિયા છે, જે અહીં અમેરિકાના વિવિધ રાજ્યોમાં વસતા ગુજરાતી ભાષી યુવક–યુવતીઓની આવા કાર્યક્રમોમાં થતી હાજરીથી સ્પષ્ટ થવા પામે છે. સત્સંગનો મહિમા અપાર છે.
-સત્સંગ કરવાથી - રિકતતા,
- ગ્લાનિ,
- લોભ, કંજૂસાઈ,
- આળસ, દ્વેષ, રાગ, મોહ ઘટે છે અને ઘટે તો જ પાસ લાગ્યો કહેવાય, કચરો બળ્યો કહેવાય.
- સત્સંગ
- મેગ્નિફાઈંગ કાચ,
- દૂરબીન,
- માઈક્રોસ્કોપ અને
- એક્સ-રે તથા
- દર્પણનું કામ કરે છે.
- સૂક્ષ્મ ભૂલો,
- અવગુણોનો કચરો પણ બતાવે તથા ફિલ્ટરનું કાર્ય પણ કરે.
-એવું નથી કે સત્સંગ સમૂહમાં, સાધુ, સંત કે શાહ-મહાત્માઓના યોજાતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જ માણી શકાય! રોજ એકાદ કલાકનો સત્સંગ વાંચન, પ્રવચન, ચિંતન દ્વારા મેળવી શકીએ તો ઉત્તમ. પછી ભલે તે મોબાઈલ, ટેલિવિઝન, કૅસેટ કે કોઈપણ માધ્યમ દ્વારા હોઈ શકે.
બોધ: - આર્થિક, રાજકીય, – કાયદાકીય, – શારીરિક વગેરે માટે કે
- લૌકિક પ્રશ્ર્નો માટેની મીટિંગોને સત્સંગ ન કહેવાય, પણ એ બધા પ્રશ્ર્નોમાં રહેલી.
- ઈશ્ર્વરની સલાહો,
- ઈચ્છાઓ,
- લક્ષ્મણરેખાઓ બાબતની જાણકારી અને જાગૃતતા સાથે વિવેકયુક્ત નિર્ણય અને વર્તન માટેની ચર્ચા-મીટિંગ તે સત્સંગ.
-સત્સંગ ખરેખર પારસમણિનું કાર્ય કરી શકે છે.