“મુંબઈ બીએમડબ્લ્યુ અકસ્માત” કાયદો બધા માટે સમાન, કોઈને બક્ષવામાં આવશે નહીં: મુખ્ય પ્રધાન
નાગપુર: કાયદો દરેક માટે સમાન છે અને મુંબઈમાં રવિવારે એક મહિલાના મૃત્યુ માટે જવાબદાર બીએમડબ્લ્યુ કારના અકસ્માતમાં તેનો અમલ અલગ નહીં હોય, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નાગપુરમાં જણાવ્યું હતું.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કાવેરી નાખવા (45) નું મૃત્યુ થયું હતું. તે ટુ-વ્હીલર પર તેના પતિ પ્રદીપ સાથે મુસાફરી કરી રહી હતી ત્યારે વરલીના એની બેસન્ટ રોડ પર રવિવારે વહેલી સવારે બીએમડબ્લ્યુ કારે તેમને ટક્કર મારી હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં એનડીએને મળેલા ઝટકા મુદ્દે હવે મુખ્ય પ્રધાન શિંદેએ કરી નાખી મોટી આ વાત
કારના ચાલક રાજેશ શાહ અને અન્ય એક વ્યક્તિ સામે ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે. મુંબઈ અકસ્માતના કેસમાં સંડોવાયેલો વ્યક્તિ શિવસેના (શિંદે જૂથ)ના નેતાનો પુત્ર છે કે કેમ તે અંગે પૂછવામાં આવતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે કાયદો બધા માટે સમાન છે અને સરકાર દરેક કેસને સમાન રીતે જુએ છે. આ અકસ્માત માટે કોઈ અલગ નિયમ નહીં હોય. બધું જ કાયદા મુજબ કરવામાં આવશે.
પોલીસ કોઈને બચાવશે નહીં. મુંબઈ અકસ્માત કમનસીબ છે. મેં પોલીસ વિભાગ સાથે વાત કરીને કડક પગલાં લેવાં જણાવ્યું છે એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: કોંગ્રેસમાં મુખ્ય પ્રધાન બનવા માટે 10 દાવેદાર
પુણેના કલ્યાણી નગર વિસ્તારમાં 19 મેના રોજ થયેલા પોર્શે અકસ્માત કેસના બે મહિના કરતાં પણ ઓછો સમય થયો છે ત્યારે આ નવો કેસ સામે આવ્યો છે.
(પીટીઆઈ)