ઇન્ટરનેશનલ

વિદેશી જહાજો મુદ્દે શ્રી લંકાનો યુ-ટર્નઃ ભારત સરકારની ઊંઘ હરામ થશે?

નવી દિલ્હીઃ એશિયાઈ દેશોમાં શ્રીલંકા સાથે પાકિસ્તાનની આર્થિક નાણાકીય મુશ્કેલી વધી રહી છે તેની સાથે ચીન સાથે નમતું જોખવામાં આ દેશો કોઈ કચાશ રાખી રહ્યા નથી. જ સંબંધમાં તાજેતરમાં તાજેતરમાં શ્રી લંકાએ પોતાના પોર્ટ પર વિદેશી જહાજોની અવરજવરના નિર્ણયો હળવા કર્યા છે.

આગામી વર્ષથી વિદેશી સંશોધન અર્થેના જહાજોના આગમન પરનો પ્રતિબંધ હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલ અનુસાર ઉચ્ચ ટેકનોલોજીનાળા ચીનના જાસૂસી જહાજો દ્વારા શ્રી લંકાના પોર્ટ પર લાંગરવાની અપીલને કારણે શ્રી લંકાએ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સંબંધમાં શ્રી લંકન વિદેશ પ્રધાન અલી સાબરીએ માહિતી આપી હતી.
આમ છતાં મુદ્દે ભારત સરકારે હિંદ મહાસાગરમાં ચીનના સંશોધક જહાજોની વધતી હિલચાલ પર ચિંતા વ્યક્ત કરી હતી અને જાસૂસી જહાજો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી, ત્યારે શ્રી લંકન સરકારને આવા શંકાસ્પદ હિલચાલવાળા જહાજોને પોર્ટ પર આવવાની મંજૂરી આપવામાં આવે નહીં.

આ પણ વાંચો : જો બાઇડેન ચૂંટણીની રેસમાંથી બહાર થઈ શકે છે, આ ચહેરો ટ્રમ્પની સામે હશે

અલગ અલગ નિયમો નહીં બનાવવાનો બચાવ
આ મુદ્દે ભારત સરકારે ચિંતા વ્યક્ત કર્યા પછી શ્રી લંકાએ જાન્યુઆરી મહિનામાં વિદેશી સંશોધક જહાજોને તેના પોર્ટ પર લંગારવા માટે પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, એના પછી ચીનના જહાજ માટે છૂટ આપી હતી. આ મુદ્દે શ્રીલંકન સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે અમારી સરકાર વિવિધ રાષ્ટ્રો માટે અલગ અલગ નિયમો બનાવી શકે નહીં. અમારો દેશ અન્ય લોકો વચ્ચેના વિવાદોમાં કોઈ ભાગ નહીં લે, એમ તેમણે જણાવ્યું હતું.

ચીનના બે જાસૂસી જહાજને આપી મંજૂરી
શ્રી લંકાના યુ-ટર્નને કારણે આગામી વર્ષે જાન્યુઆરી પછી આ પ્રતિબંધ હટી જશે. આગામી વર્ષથી શ્રી લંકા પ્રતિબંધ હટાવી લેવાને કારણે ચીન પણ તેના શિપ લાંગરી શકશે. ચીનના બે જાસૂસી જહાજોને શ્રી લંકાના પોર્ટ પર લાંગરવાની મંજૂરી આપવામાં આવી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.

ચીનનું જાસૂસી જહાજ શી યાન છઠ્ઠી ઓક્ટોબર, 2023ના શ્રી લંકા પહોંચ્યું હતું અને કોલંબો પોર્ટ પર રોકાયું પણ હતું. કોલંબોમાં રોકાણને કારણે અમેરિકાએ શ્રી લંકા સામે ચિંતા વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, ઓગસ્ટ 2022માં ચીનની નેવીનું જહાજ યુઆન વાંગ ફાઈવ દક્ષિણ શ્રી લંકાના પોર્ટ પર પહોંચ્યું હતું. આ પ્રતિબંધો હટાવવાને કારણે પડોશી દેશ ભારત જ નહીં, પરંતુ અમેરિકા સહિત અન્ય દેશની ચિંતામાં વધારો કર્યો હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button