Anant-Radhikaના સંગીતમાં પરફેક્ટ લૂક સાથે આવી હતી આ અભિનેત્રી
ભારતીય પરંપરા અનુસાર દેરક પ્રસંગ અનુસાર કપડા પહેરાતા હોય છે. ખાસ કરીને લગ્ન પ્રસંગ સમયે તમારું પરિધાન જે તે પ્રસંગ કે વિધિને અનુરૂપ હોય તે જરૂરી છે. આજકાલ લગ્ન પહેલા બેચલર્સ પાર્ટી કે સ્પિન્સ્ટર્સ પાર્ટીથી માંડી જાતજાતના સમારોહ ઉજવાય છે, અને એમાં પણ વિશ્વના શ્રીમંત પરિવારોમાંના એક મુંકેશ અંબાણી પરિવારના દીકરાની સંગીત સંધ્યા હોય ત્યારે તો કહેવું જ શું.
અનંત રાધિકાની સંગીત સંધ્યાની વાત ચોરેકોર થઈ રહી છે ત્યારે સ્વાભાવિક કોણે શું પહેર્યું ને કોણ કેવુ લાગતું હતું તેની ચર્ચા પણ થવાની. હવે કોસ્ચ્યુમ અને લૂકની વાત કરીએ તો અંબાણી પરિવારના લોકો તો સોળ શણગાર કરવાના જ પણ બોલીવૂડ-ક્રિકેટજગતના સ્ટાર્સ પણ સ્પેશિયલ ડ્રેસ સાથે જ આવ્યા હતા ત્યારે સૌનું ધ્યાન બોલીવૂડની એક અભિનેત્રી પર ગયું હતું. આ અભિનેત્રી આમ તો હવે ફિલ્મોથી થોડી દૂર છે રહે છે, પરંતુ અભિનેતા પતિ સાથે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ અને ફેમસ છે. વાત કરી રહ્યા છે દેશમુખ પરિવારની વહુ જેનેલિયા ડિસોઝાની. જેનેલિયા પતિ રિતેશ દેશમુખ સાથે સંગીત સમારોહમાં પહોંચી હતી. રીતેશ ક્રિમ કલરની શેરવાનીમાં મસ્ત લાગી રહ્યો હતો. આ સાથે તેણે વાળ પણ લાંબા રાખ્યા હતા. કોઈ માઈથોલોજિકલ કેરેક્ટર કે મરાઠી લડવૈયા જોવો લૂક રીતેશનો હતો જ્યારે જેનેલિયાએ તો મહેફીલ લૂંટી લીધી હતી.
જેનેલિયા ડિસોઝાએ ઘેરા લીલા રંગના ફ્લોર-લેન્થ ગાઉન પહેર્યું હતું. જે ડ્રેપ્ડ સ્લીવ્સ સાથે હતો. ડ્રેસ ટ્રેડિશનલ અને મોર્ડન બંને પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. હાઈ ફ્રન્ટ સ્લિટ અને ફ્લેર્ડ સ્કર્ટમાં ડીપ નેકલાઈન હતી. જેનેલિયાનો લૂક રાજઘરાણાની વહુ જેવો જ હતો.
આઉટફિટ સાથે જેનેલિયાનો મેકઅપ અને એક્સેસરીઝ એકદમ ક્લાસિક હતી. જેનેલિયાએ ગ્રીન ચોકર નેકલેસ, મેચિંગ ઈયરિંગ્સ અને વીંટી પહેરી હતી. સોફ્ટ ગ્લેમ લૂક માટે, જેનેલિયાએ કોહલ આઈસ, બ્રાઉન લિપ શેડ, કોન્ટૂરિંગ અને હાઈલાઈટ્સ સાથે તેનો મેકઅપ કરાવ્યો હતો. લૂકને કમ્પલીટ કરવા માટે લીલી બ્લીંગી પોટલી બેગ પણ કેરી કરી હતી.
સૌ કોઈ જેનેલિયાને જોઈ રહ્યા હતા.