મનોરંજન

Mirzapur Review ****પંકજ ત્રિપાઠીની ગેરહાજરીમાં કેવો રહ્યો ગુડ્ડુભૈયાનો કહેર?

Corona pandemic સમયે ખૂબ જ સફળ થયેલા ઓટીટી પ્લેટફોર્મ પરની એક ખૂબ સફળ ફ્રેન્ચાઈઝી વેબ સિરિઝ મિર્ઝાપુરની ત્રીજી સિઝન રિલિઝ થઈ છે. ઉત્તર પ્રદેશના બાહુબલિઓની મારધાડ, ખૂનખરાબાવાળી આ સિરિઝની પહેલી બે સિઝન ખૂબ જ લોકપ્રિય બની હતી ત્યારે હવે ત્રીજી સિઝન કેવી છે તેનો રિવ્યુ અમે તમને આપી રહ્યા છીએ.

પહેલી બે સિઝનમાં જેમણે માહોલ જમાવ્યો હતો તે કાલિન ભૈયા (પંકજ ત્રિપાઠી) અને મુન્ના ભૈયા (દિવ્યેન્દુ શર્મા)ની ગેરહાજરીમાં ત્રીજી સિરિઝ રિલિઝ થઈ છે. કાલિન ભૈયા જીવિત છે, પણ તેમની ભૂમિકા મર્યાદિત છે, પણ ગુડ્ડુભૈયા (અલી ફઝલ) અને શરદ શુક્લા (અંજુમ શર્મા) વચ્ચેના જંગને લીધે સિઝન થ્રી પણ એટલી જ ખુંખાર બની છે. આ સિઝનમાં સાચા પ્રેમની પણ વાત છે અને અમુક મોરલ લેશન્સ પણ અપાયા છે. સૌથી સારી વાત એ છે કે વાર્તામાં નવા નવા સસ્પેન્સ ખુલતા જાય છે અને એક પછી બીજો એપિસૉડ જોવાની ઈચ્છા કાયમ રહે છે.

જૌનપુર અને મિર્ઝાપુર ઉપરાંત આ વખતે બિહારના સિવાનના બાહુબલીની કહાની પણ બતાવવામાં આવી છે. જૌનપુરના સ્ટ્રોંગમેન શરદ શુક્લા (અંજુમ શર્મા)નું વર્ચસ્વ વધતું જોવા મળશે, શરૂઆતના એપિસોડમાં મિર્ઝાપુરની ગાદી માટે શરદ શુક્લા અને ગુડ્ડુ પંડિત વચ્ચે સીધી લડાઈ છે. સિઝનના શરૂઆતના એપિસૉડમાં શરદ શુક્લાને મુખ્યમંત્રી માધુરી યાદવ (ઈશા તલવાર)થી લઈને દદ્દા ત્યાગી (લિલીપુટ ફારુકી) અને તેમના પુત્ર (વિજય વર્મા) સુધીનો ટેકો મળે તો મળે છે. ગુડ્ડ ઘણા પડકારો ઝીલતો બતાવાયો છે. પિતાને જેલમાં જતો જોશે અને માતા-બહેન પણ પિતાને સાથ આપતા દેખાય છે. પિતા રમાકાન્ત (રાજેશ તેલંગ) જીવનના પાઠ પણ ભણાવશે. આ બધા વચ્ચે ગોલુ (શ્વેતા ત્રિપાઠી) ગુડ્ડુભૈયાને સંભાળશે અને તેનું કામ પણ સંભાળતી બાહુબલિઓની જેમ ભૌકાલ કાપતી જોવા મળે છે. બીના ત્રિપાઠી (રસિકા દુગ્ગલ)ના બાળકના અસલી પિતા વિશે પહેલાથી જ શંકા છે, આ સિઝનમાં કંઈક ક્લુ મળશે. પણ સિરિઝમાં ગરમ મસાલો ઉમેરવાનું કામ કરશે કાલિન ભૈયા.

આ પણ વાંચો : એવું તે શું થયું કે Ranbir Kapoorએ Alia Bhatt સાથે ફોટો ક્લિક કરાવવાની ના પાડી?

સિરિઝના ક્લાઈમેક્સમાં જલસો પડી જાય છે. છેલ્લી દસ મિનિટ આખા દસ એપિસૉડ પર ભારે પણ છે અને ફરી ચોથી સિઝન માટે સસ્પેન્સ પણ બનાવી રાખે છે. આ સિરિઝને રાજકારણ સાથે સીધી જોડવામા આવી છે. તતમે વાર્તાને ઉત્તર પ્રદેશના તાજેતરના રાજકારણ સાથે પણ જોડી શકશો.

આ સિઝનના મજબૂત મહિલા પાત્રો આવતી સિઝનમાં તેમનું રાજ હશે તેવા સંકેતો તો આપે છે, હવે નિર્માતાઓ જાણે કે સિઝન-4 ક્યારે આવશે ને દર્શકો માટે શું નવું લાવશે.


ઑન કેમેરા ઑફ કેમેરા પર્ફોમન્સ

Mirzapur Review: How has Guddubhaiya been in the absence of Pankaj Tripathi?

એક્ટિંગ અને ડિરેક્શનની વાત કરીએ તો સિઝન-3 ક્યાંય પાછળ પડતી નથી. અલી ફઝલ ગુડ્ડુના પાત્રમાં પહેલા કરતા વધુ પાવરફુલ દેખાવાની સાથે ગંભીર બનતો જોવા મળશે. તેનો અભિનય અને ડાયલૉડ ડિવિલરી પરફેક્ટ છે. પંકજ ત્રિપાઠીનું પાત્ર આ વખતે પહેલા કરતાં ઓછું જોવા મળ્યું છે પરંતુ તે માત્ર થોડા જ દ્રશ્યોમાં કઈ રીતે બાજી મારવી તે પંકજ ત્રિપાઠી જેવા મંજાયેલા કલાકારને સારી રીતે આવડે છે. શરદનું પાત્ર ભજવનાર અંજુમ શર્માને સારો સ્ક્રીન ટાઈમ મળ્યો છે અને તે તેનો ભરપૂર ફાયદો ઉઠાવી ગયો છે. ઓછો દેખાતો આ કલાકાર સિઝન પર પોતાની છાપ છોડે છે. વિજય વર્મા ઘણોખરો સફળ છે, તેમનું પાત્ર વધુ સારી રીતે દર્શાવયું છે. ગોલુ ગુપ્તાનું પાત્ર ભજવતી શ્વેતા ત્રિપાઠી વાસ્તવિક બાહુબલી એટલે કે આ સિઝનની લીડિંગ લેડી છે. દરેક પરિસ્થિતિમાં તેની મનની હાજરી તમને પ્રભાવિત કરશે. ઈશા તલવારે લાંબા સ્ક્રીન ટાઈમિંગનો સારો ઉપયોગ કર્યો છે. માધુરી યાદવના રોલ માટે તે પરફેક્ટ છે. રસિકા દુગ્ગલ આ વખતે પણ દિલ હંમેશાંની જેમ અસરકારક છે, પરંતુ સિઝન બે બાદ તેનું પાત્ર જેટલું મજબૂત હોવાની અપેક્ષા હતી તેટલું નથી. હર્ષિતા ગૌર, જે ગુડ્ડુ પંડિતની બહેન ડિમ્પીની ભૂમિકા ભજવે છે, તેણે આ સિઝનનો સારો લાભ ઉઠાવ્યો છે. પડદા પાછળના કસબીઓ ગુરમીત સિંહ અને આનંદ ઐયરે વાર્તા સારી રીતે કહી છે. પહેલી બે સિરિઝની સફળતા બાદ ત્રીજી સિરિઝ બનાવવા સમયે દર્શકોની અપેક્ષાઓને સંતોષવી અઘરી હોય છે પણ બન્ને ડિરેક્ટર સફળ રહ્યા છે.


શું ખટકે છે દર્શકોને

મિર્ઝાપુર નામ પડે એટલે કાલિન ભૈયા અને મુન્નાભૈયા યાદ આવે. મુન્નાનું તો અસ્તિત્વ જ નથી, પણ કાલિન ભૈયાને વધારે સ્ક્રીન ટાઈમ મળ્યો હોત તો સિરિઝ વધારે જામેત. આ સાથે ગઈ બે સિઝનમાં અમુક ડાયલૉગ્સના તો મિમ્સ બન્યા હતા. આ સિઝનમાં પણ ખુનખરાબી, ખેંચતાણ એટલી જ છે, પરંતુ ડાયલૉગ્સ યાદ રહી જાય એવા નથી. વળી, હજુ પણ સસ્પેન્સ રાખતા ઘણા નિરાશ થયા છે. જોકે સિરિઝ જ્યાં પૂરી થાય છે ત્યાં ચોથી સિઝન જોવાની ઈચ્છા જાગે છે, પણ આ જ છેલ્લી સિઝન હશે તેમ માનનારા દર્શકો નિરાશ થયા છે.

ઓલઓવર આ સિરિઝ પહેલી બે જેટલી એટલા માટે નથી જામતી કારણ કે તે વાતાવરણ દર્શકો માટે નવું, કંપારી છોડે તેવું નથી. પહેલા જ એપિસૉડમાં ખબરનું ગળુ ધડથી અલગ કરવાનો મનને વિચલિત કરતો સિન છે, પરંતુ અગાઉ આ રીતે લોહી વહેતું જોયું હોવાથી હૃદય કાંપી નથી ઉઠતું. છતાં સિરિઝ ચોક્કસ જોવા લાયક છે અને જકડી રાખે તેવી છે.

વૉટ યુ સેઃ

તમે પણ જો આ સિરિઝ જોઈ હોય તો તમારા મંતવ્યો અમને ચોક્કસ કૉમેન્ટ બૉક્સમાં મોકલશો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત