મનોરંજન

પાપાજી પહોંચ્યા મુંબઈઃ સિરિયલમાં પાછા દેખાશે?

મુંબઈઃ જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર ગુરુચરણ સિંહ (Gurucharansinh Sodhi) બે મહિના પહેલા સમાચારોમાં છવાયેલો હતો. પોતાના દિલ્હી ખાતેના ઘરેથી નીકળી અચાનક 25 દિવસ સુધી ગાયબ થયેલો સોઢી પાછો ઘરે આવી ગયો છે અને ફરી તે મુંબઈ એરપોર્ટ પર દેખાયો છે ત્યારે તે સિરિયલમાં પાછો ફરવા આવ્યો છે કે શું તેવી અટકળો ચાલી રહી છે.

અભિનેતા શનિવારે રાત્રે મુંબઈ એરપોર્ટ પર તેના પાલતુ શ્વાન સાથે જોવા મળ્યો હતો. ગુરુચરણ પાપારાઝી સાથે વાત કરતો જોવા મળ્યો હતો.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વિડિયોમાં, ગુરુચરણ સિંહે આ વર્ષની શરૂઆતમાં તેના અચાનક ગાયબ થવા વિશે કંઈપણ જાહેર કર્યું ન હતું. જો કે, તે મુંબઈ પરત ફરીને ખુશ જણાઈ રહ્યો છે.

ગુરુચરણ સિંહ શોમાં પાછો ફરશે

જ્યારે રોશન સોઢીને પૂછવામાં આવ્યું કે શું તે શોમાં પાછા આવવાની સંભાવના છે, તો ગુરુચરણે કહ્યું કે તેણે તે ભગવાન પર છોડી દીધું છે. રોશન સોઢી કહે, ભગવાન જાણે. ભગવાન જાણે. મને કંઈ ખબર નથી. જલદી મને ખબર પડશે, હું તમને કહીશ. બે મહિના પહેલા સમાચાર આવ્યા હતા કે ગુરુચરણ દિલ્હી એરપોર્ટ પરથી અચાનક ગાયબ થઈ ગયો હતો. આ પછી તેના પરિવારે તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, અભિનેતા 25 દિવસ પછી પોતાના ઘરે પહોંચ્યો હતો.

ગુરુચરણ સિંહ 22 એપ્રિલ, 2024 ના રોજ ગુમ થયા હતા. દિલ્હી પોલીસ દ્વારા શોધખોળ બાદ, અભિનેતા 18 મેના રોજ તેના દિલ્હી ઘરે પરત ફર્યો હતો. રોશન સોઢી ઘરે પરત ફર્યા પછી તરત જ, દિલ્હી પોલીસ અધિકારીઓએ તેની પૂછપરછ કરી, જેના પછી ખબર પડી કે અભિનેતા ધાર્મિક યાત્રા પર જવા માટે ઘરેથી નીકળ્યો હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે સિંહ ગાયબ થયા બાદ અમૃતસર અને લુધિયાણા જેવા અનેક શહેરોમાં ગુરુદ્વારાની મુલાકાતે ગયો હતો. જો કે, પછીથી તેઓને સમજાયું કે તેઓએ ઘરે પાછા ફરવું જોઈએ. ગુરુચરણ સંસારી જીવનથી દૂર રહેવા માગતો હતો અથવા તો આર્થિક સંકટમાં ફસાયો હતો તે મામલે તે સમયે ઘણી ચર્ચા ચાલી હતી. રોશન સિંહ તરીકે ઘણો લોકપ્રિય સોઢી પરત ફરે તેમ દર્શકો પણ ઈચ્છી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button