Hathras દુર્ઘટનાને લઇને રાહુલ ગાંધીએ સીએમ યોગીને લખ્યો પત્ર, વળતર વધારવાની માગ કરી
નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના હાથરસ(Hathras)દુર્ઘટના અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. પત્ર દ્વારા તેમણે વળતરની રકમ વધારવાની માંગ કરી છે. તેમણે x પર એક પોસ્ટ દ્વારા માગ કરી છે. રાહુલ ગાંધીએ લખ્યું છે કે, હાથરસમાં નાસભાગની દુર્ઘટનાથી પીડિત પરિવારોને મળી તેમના દુ:ખની લાગણી અનુભવ્યા બાદ તેમણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પત્ર દ્વારા તેમના વિશે જાણ કરી.
રાહુલ ગાંધીએ કહ્યું, “મુખ્યમંત્રીને વળતરની રકમમાં વધારો કરવા અને શક્ય તેટલી વહેલી તકે પીડિત પરિવારોને આપવા વિનંતી કરી.” તેઓને દુઃખની આ ઘડીમાં અમારી સામૂહિક સંવેદના અને સમર્થનની જરૂર છે.
મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની સહાય
ઉત્તર પ્રદેશના સીએમ યોગીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. હાથરસજિલ્લાના સિકંદરારાવ સ્થિત ફૂલરૌ મુગલગઢી ગામમાં મંગળવારે દુર્ઘટના થઈ હતી. જેમાં ભોલે બાબાના સત્સંગ કાર્યક્રમમાં અચાનક નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા.
Also Read –