સંગીત સમારોહમાં અમિતાભની પૌત્રીએ પહેર્યા એવા કપડાં કે ટ્રોલ થઇ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાંથી સ્ટાર્સના વીડિયો સતત સામે આવી રહ્યા છે. પરંતુ આ વખતે અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાનો વીડિયો સામે આવ્યો છે અને તેના બોલ્ડ લૂકે બધાને હચમચાવી નાખ્યા છે.
અનંત રાધિકાની સંગીત સેરેમનીમાં નવ્યા સૌથી કિલર લુક સાથે પહોંચી હતી. આ પહેલા તમે ભાગ્યે જ ક્યાંય આ પ્રકારના આઉટફિટમાં નવ્યાને જોઈ હશે. નવ્યાએ સંગીત સેરેમની માટે સુંદર પરંતુ બોલ્ડ લહેંગા ચોલી પસંદ કરી હતી. નવ્યાએ સ્લીવલેસ બ્રાલેટ-શૈલીની ચોલી અને લહેંગા સ્કર્ટ પહેર્યા હતા, જેનો દુપટ્ટો તેણે અક હાથમાં પકડ્યો હતો. તેણે હીરા અને નીલમણી જડિત નેકપીસ અને લાલ સ્ટોનવાળી બેગ સાથે લુક કંપ્લીટ કર્યો હતો.
આ સંગીત સમારોહમાં અનન્યા પાંડે, દિશા પટણી અને મૌની રોય જેવી અભિનેત્રીઓએ પણ હાજરી આપી હતી, પરંતુ નવ્યાની બોલ્ડનેસ સામે કોઈ ટકી શક્યું નહોતું.
જોકે, તેના આ કિલર લૂક પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાકે લખ્યું હતું કે તે આનાથી વધુ સારી તૈયાર થઇ શકી હોત. તો કેટલાકે લખ્યું હતું કે બ્લાઉઝ પેટીકોટ પહેરીને સાડી હાથમાં લઇને આવી છે બિચારી. તો વળી કેટલાક લોકોએ એની માટે લખ્યું હતું કે એવો ડ્રેસ પહેર્યો છે કે સાથે સાથે પોતું પણ મરાઇ ગયું. કેટલાકે વળી લખ્યું હતું કે પેટીકોટની ઉપર સાડી પહેરવાનું ભૂલી ગઇ છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ થવાના છે અને આ સમયે તેમના ઘરમાં દરરોજ કોઈને કોઈ ફંક્શન થઈ રહ્યું છે.
Also Read –