પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી સહિત અનેક રાજનેતાઓએ Rathyatraની શુભેચ્છા પાઠવી
અમદાવાદ: ગુજરાતમાં અમદાવાદ સહિત સમગ્ર દેશમાં આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા( Rathyatra) નીકળી રહી છે. તેવા સમયે દેશના વડાપ્રધાન નરેન્દ્ર અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક રાજનેતાઓને લોકોને રથયાત્રાની શુભેચ્છા પાઠવી છે. જેમાં પીએમ મોદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રથયાત્રાની શુભેચ્છા પાઠવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા અકાઉન્ટ X પર પોસ્ટ મુકીને દેશવાસીઓને રથયાત્રાની શુભેચ્છા પાઠવી.
ભગવાન જગન્નાથજી પાસે સૌના કલ્યાણ માટે પ્રાર્થના
જ્યારે દેશના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં જગન્નાથ મંદિરના રથયાત્રાની મંગળા આરતી ઉતારી હતી. તેમજ તેમણે પણ રથયાત્રાના પર્વ પર અમિત શાહે ભગવાન જગન્નાથજી પાસે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી. રથયાત્રાના પર્વ પર અમિત શાહે X પર પોસ્ટ લખીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અને લખ્યુ કે ભગવાન જગન્નાથજી પાસે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.
ભગવાનની રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું
આ ઉપરાંત ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર લખ્યું કે ” અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં ૧૪૭ મી રથયાત્રાના અવસરે પહિંદ વિધિ કરીને ભગવાનની રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. ભગવાન સમક્ષ ગુજરાતના અને દેશના લોકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ, એકતા અને સર્વાંગીણ વિકાસની પ્રાર્થના કરી. “
રાહુલ ગાંધીએ પણ રથયાત્રાને લઇને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ રથયાત્રાને લઇને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું કે ” શ્રદ્ધા અને ભક્તિના પર્વ મહાપ્રભુ શ્રી જગન્નાથ રથયાત્રા નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.આ તહેવાર તમારા બધાના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે તેવી પ્રાર્થના. “
શકિતસિંહ ગોહિલે વિડીયો સંદેશથી શુભકામના આપી
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શકિતસિંહ ગોહિલે ટ્વિટર પર વિડીયો સંદેશથી રથયાત્રા અને કચ્છી નવ વર્ષની શુભકામના પાઠવી હતી. તેમણે લખ્યું કે ” પવિત્ર અષાઢી બીજ અને ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના પાવન પર્વની શુભકામનાઓ.
કચ્છી માડુઓના નવ વર્ષ નિમિત્તે કચ્છી નયે વરેંજી લખ લખ વધાઈયુ. આવનારું વર્ષ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને હર્ષોલ્લાસ વાળું બની રહે તેવી પ્રાર્થના.
Also Read –