જમ્મુ-કાશ્મીર: ગઈ કાલે જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટર(Encounter)માં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સુરક્ષા દળોને કુલગામ જિલ્લાના ફ્રિસલ ચિન્નીગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, અથડામણમાં ઘાયલ એક આર્મી જવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. રવિવારે સવારે વધુ એક ઘાયલ જવાન શહીદ થયો હતો.
દક્ષિણ કાશ્મીર જિલ્લાના ફ્રિસલ ચિન્નીગામ અને મોડરગામ વિસ્તારમાં એન્કાઉન્ટર થયા હતા. કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આતંકવાદ વિરોધી અભિયાન ચાલુ રહેશે. મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું, “આતંકવાદીઓના કેટલાક મૃતદેહો દેખાયા છે, પરંતુ એન્કાઉન્ટર હજુ સમાપ્ત થયું નથી.”
આ પણ વાંચો…
Jammu & Kashmirના Dodaમાં સેનાના સર્ચ ઓપરેશનમાં ત્રણ આતંકી ઠાર
ભારતીય સેના, CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસે આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ ઇનપુટ્સને પગલે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યા પછી દક્ષિણ કાશ્મીર જિલ્લાના મોડરગામ ગામમાં ગોળીબાર શરુ થયો હતો. આ દરમિયાન, આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો અને અથડામણ શરુ થઈ.
બીજું એન્કાઉન્ટર ફ્રિસલ ચિન્નીગામ વિસ્તારમાં થયું હતું, જ્યાં સુરક્ષાદળોએ જણાવ્યું હતું કે કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ સાથે અથડામણ થઇ હતી. ગોળીબારમાં અત્યાર સુધીમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે.
એન્કાઉન્ટર સ્થળના ડ્રોન ફૂટેજમાં ચાર મૃતદેહો પડેલા દર્શાવવામાં આવ્યા છે, પરંતુ ગોળીબાર ચાલુ હોવાથી મૃતદેહો હજુ સુધી મેળવી શકાયા નથી.