અષાઢી બીજની ઉજવણીની અનેરી પહેલસમી વિથોણ ગામની જળઉત્સવ પરંપરા
વલો કચ્છ -પુર્વી ગોસ્વામી
થોડા દિવસ પહેલાં ભુજના નિવૃત માહિતી અધિકારી એસ. કે. સોની ઓફિસે આવ્યા અને અષાઢી બીજની ઉજવણી અર્થે પૂછયું તો મારા આયોજનોની વાત રજુ કરી અને વળતો પ્રશ્ન વાર્યો કે તમે કઈ રીતે કચ્છી નવું વર્ષ ઉજવવાના છો એટલે એમણે જે જવાબ આપ્યો એમાં મને લેખ લખવા મુદ્દો મળી ગયો. તેમણે કહ્યું, અમે મૂળ તો વિથોણના એટલે એ ગામની તો પ્રખ્યાત જળ ઉત્સવ પરંપરાથી અમે રંગેચંગે હૈયા ઉલાળતા જોકે સમય વીતતા પરિસ્થિતિ બદલાઈ છે. પરંતુ પ્રથા અકબંધ છે. અને આથી જ અમારું ગામ વિશિષ્ટ ઉત્સવ ઉજવવા
માટે ખાસ બને છે. અષાઢી બીજે ગામમાં પાટીદાર પટેલો સહિત ગામલોકો દ્વારા ઉજવાતા જળ ઉત્સવની વાત આજે કરવી છે.
દેશભરના કચ્છીઓ દેશભરમાં વ્યાપ્ત છે. પરંતુ જ્યારે ‘આપાઢી બીજ’ આવે ત્યારે આખો દેશ જાણે કચ્છ ભણી વાટ પકડે છે. કચ્છ, કચ્છવાસી અને કચ્છીયત નજરે આપાઢી બીજનું અનેરું મહત્ત્વ છે, એ કચ્છી નવા વર્ષ તરીકે ઉજવાય છે. આઝાદી પૂર્વે તેની ઉજવણી રાજશાહી ઠાઠથી થતી. ઘેરઘેર લાપસીના જમણ થતા. પરંતુ સમય જતાં ઉજવણીમાં ફરક આવ્યો છે, નવા સમયે આ ઉજવણી સોશિયલ મીડિયામાં વધુ જોવા મળે છે. કચ્છે સદીઓની કુદરતી આપત્તિઓની પીડા ભોગવી છે અને તેથી જ મોટી સંખ્યાના કચ્છી રોજીરોટીની ખોજમાં બેવતન બન્યા છે. પરંતુ બેવતન કચ્છીઓની માદરે વતનની ઝંખના-ઝૂરાપો કદાચ તેમને આષાઢી બીજે ભેગા મળી પોતાના શહેર, ગામ, ફળિયા, ગલીની સ્મૃતિ વાગોળવા મજબૂર કરતા હશે. સૂકી ધરાના હેતાળ હૈયા કચ્છ પર મેઘકૃપા થાયની મીટ માંડીને બેઠા હોય છે. અહીંના વરસાદને જયારે મંઢો મીં કહેવાતો હોય ત્યારે વિથોણ ગામનો જળોત્સવ વિપરીત દિશામાં વાચા ધરે છે.
ગ્રામવાસી કોઈ પણ જાતના ભેદભાવ વગર ઢોલના તાલે વાજતે-ગાજતે સંત ખેતાબાપાના સ્થાનકે એકઠાં થઇ નાળીયેર વધેરીને પૂજા કરે છે. આ નાળિયેરની સંખ્યા વિક્રમજનક હોય છે. પરંતુ સાંજની ઉજવણી ખાસ હોય છે જે માટે વિથોણ પ્રખ્યાત છે. જેમાં ગામની તમામ વહુઆરુ ગામના સંત સરોવરમાંથી પાણી ભરેલા કળશ લઈ આવીને ગામના ચોકમાં આવે છે, જ્યાં એકઠા થયેલા વડીલવર્ગને આદર સત્કારથી નવડાવે છે અને આ વડીલવર્ગ પણ પૂરા ઉમંગ સાથે તેમાં સહકાર પણ આપે છે.
આજકાલ કરતાં આ પ્રથાને ચાર સદી વીતી ગઈ હશે. એના પાછળનું કારણ આમ તો ખેતાબાપા પ્રત્યેની ગામલોકોની શ્રદ્ધા જ છે. કે કદાચ ખેતાબાપા આષાઢી બીજના બ્રહ્મલીન થયા અને તેમણે એ સમયે સમાજના લોકોને શોક ન મનાવવા કહ્યું હતું. ત્યારથી આવી આવી પરંપરા સ્થાપિત થઇ હોય.
પણ સોનીસાહેબનો તર્ક મને વધુ પસંદ પડ્યો કે, આપણો કચ્છ એ ચાતકની નજરે વરસાદની રાહ જોતો હોય છે. કારમા દુકાળને જીરવી જનારા કચ્છની આ ખમીરી જ કહેવાય કે જ્યાં પાણી માટે વલખા મરતા મુલકના લોકો દ્વારા પાણીની છોળો વડે અનોખો ઉત્સવ મનાવવામાં આવે. ધૂળેટી જેવો માહોલ ઉભો કરતી જળ પક્ષાલનની આ પ્રથા કૌટુંબિક એખાલસતા તો વધારે જ છે સાથે મેઘરાજાને પણ ખમીરીના દર્શન કરાવવા સાથે ખુશીનો માહોલ સર્જીને વિનવે છે કે કારમા દુકાળમાંથી ઉઘારી કૃપા બનાવે અને સાથે વકરી પરિસ્થિતિ આવે તો પણ પાણી વગર તો નહીં જ રહીએ, પાતાળ ભેદીને પણ પાણી લાવી તમને તરબોળ કરી દઈશું.’ જળથી જ જીવન શક્ય છે તેમ જાણે આ આખી પરંપરામાં જળ પ્રત્યેનો પ્રેમ ઉભરતો નજરે ચડે છે.
ભાવાનુવાદ: થોડ઼ા ડીં પેલા નિવૃત માહિતી અધિકારી એસ. કે. સોની ઓફિસતે આયા નેં અષાઢી બીજજી ઉજવણીજે બારે મેં પુછ્યોં ત આઉં મુંજે આયોજનેંજી ગ઼ાલ કઇંધે સામો પ્રશ્ન વાર્યો ક અઇં કિન રીતે કચ્છી નઉં વરે ઉજવીંધા ઇતરે ઇની જભાભ ડિનોં સે જુકો મુંજે લેખ લખેજો મુધો ભનિ વ્યો. ઇની ચ્યોં, અસીં મૂર ત વિથોણજા ઇતરે હિન ગામજી ત પ્રિખ્યાત જલ ઉત્સવ પરંપરાસે અસીં રંગેચંગે ઉજવીયું જકાં ટેમ ભધલાઇંધે પરિસ્થિતિ ભદલાણી આય પ પ્રથા અકબંધ આય. ને ઇતરે જ અસાંજો ગામ હી વિશિષ્ટ ઉત્સવ ઉજવેલા કરે ખાસ ભનિ વનેતો. અષાઢી બીજજો ગામમેં પાટીદાર પટેલેં સહિત ગામજા માડૂ ભરાં ઉજવાઇંધલ જલ ઉત્સવજી ગ઼ાલ કરીયું.
સજ઼ે ડેસમેં કચ્છી પ્રસરાયેલા ઐં. જેર ‘આપાઢી બીજ’ અચે તેર સજો ડેસ જાણે ક કચ્છ ભણી વાટ પકડેતો ઍડ઼ો લગે. કચ્છ, કચ્છવાસી ને કચ્છીયતજે નજરે આપાઢી બીજજો આઉગો મહત્ત્વ આય, કુલા ક ઇ કચ્છી નયે વરે તરીકે ઉજવાજેતો. આઝાધિ પેલા હી ઉજવણી રાજશાહી ઠાઠસેં થીંધી હુઇ. ઘરોઘર લાપસીજા જમણ થીંધાવા. પ સમય પસાર થીંધે ઉજવણીમેં ફરક આયો આય, નયે સમયમેં હી ઉજવણી સોશિયલ મીડિયામેં વધુ ન્યારેલા જુડ઼ેતી. કચ્છ સધિએંનું કુધરતિ આફતું સેન કરંધો આયો આય ઇતરે વડી સંખ્યામેં કચ્છી રોજીરોટીજી ખોજમેં બેવતન થ્યા ઐં. બેવતન કચ્છીએંજી માદરે વતનજી ઝંખના-ઝૂરાપો કદાચ ઇનીકે આષાઢી બીજમેં ભેગા મલી પિંઢજે શેર, ગામ ક ફરિયેજી જાધ તાજી કરેલા મજબૂર કૈંધા હુંધ. સુકી ધરાજા હેતાળ હૈયા કચ્છ તે મેઘકૃપા થિએ ‘જી મીટ મંઢીને વિઠા હોયતા. હિત જે વરસાદકે મંઢો મીં’ ચોવાઇંધો વે તેર વિથોણ ગામજો જલોત્સવ ઉલટી ડિસમેં વાચા ધરેતો.
ગામજા માડૂ કો જાતજે ભેદભાવ રખે વિગર ઢોલજે તાલે વાજતે-ગાજતે સંત ખેતાબાપાજે થાનકતે ભેરા થિએં નેં નારિયર વધારે પૂજા કરીયેં. હિન નારિયરજી સંખ્યા વિક્રમજનક નોંધાજેતિ. સાંજીજી ઉજવણી મિણીયા ખાસ આય જેંલા વિથોણ પ્રિખ્યાત આય. જેમેં ગામજી મિડ઼ે વઉઆરુ ગામજે સરોવર મિંજાનું પાણી ભરલ કલશ ગિનીને ગામજે ચોકમેં આચેતા, જિત ગામજા મિડ઼ે વડિલ ભેરા થિએનેં હી વઉઆરુ વડીલેંતે આદર સત્કારસે નરાઇયેં.
આજકાલ કઇંધે હિન પ્રિથાકે ચાર સધિ ગુજરી ચૂકી
આય. હિન પૂંઠિયાજો કારણ હીં ત ખેતાબાપા પ્રત્યેજી ગામલોકજી શ્રદ્ધા જ આય ક કદાચ ખેતાબાપા આષાઢી
બીજજો બ્રહ્મલીન થ્યા નેં ઇનીં ઉન સમોમેં સમાજજે લોકોકે શોક ન મનાયલા ચ્યોં હો. તેરનું અજ઼ ડીં ગડ઼ી હી પરંપરા થપાણી વે.