ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૭-૭-૨૦૨૪ થી તા. ૧૩-૭-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મિથુન રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મેષમાંથી વૃષભમાં તા. ૧૨મીએ પ્રવેશે છે. બુધ, કર્ક રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર કર્ક રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં વક્રીભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર કર્ક રાશિમાં પ્રારંભે રહે છે. તા. ૯મીએ સિંહ રાશિમાં, તા. ૧૧મીએ ક્ધયા રાશિમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના તેજીના વેપારમાં પ્રગતિ જણાશે. નોકરી માટે તા. ૧૨, ૧૩ શુભ જણાય છે. તા. ૧૧મીએ મિત્રોથી કાર્યક્ષેત્રે મદદ મળશે. તા. ૧૨મીએ નવા કામકાજનો પ્રારંભ શક્ય જણાય છે. તા. ૧૩મીએ નવી નોકરીના પ્રારંભ માટે મહિલાઓને સાનુકૂળતા જણાશે. આ સપ્તાહમાં વિદ્યાર્થીઓને અધ્યયન માટે જરૂરી સાધનસામગ્રી પ્રાપ્ત થતી જણાશે. મિત્રો સાથેના વ્યવહારમાં યશસ્વી અનુભવ થાય.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણારોકાણની તક મેળવશો. મુસાફરી દ્વારા નોકરીના કામકાજ સંપન્ન થશે. તા. ૭, ૮, ૧૧ના નિર્ણયો નોકરીના ક્ષેત્રે લાભદાયી પુરવાર થશે. આ સપ્તાહમાં નોકરીના જૂનાં અધૂરા કામકાજ પૂર્ણ કરવા માટે સફળતા મેળવશો. ભાઈ-બહેનો સાથેના નાણાવ્યવહારમાં સફળતા મેળવશો. ગૃહિણીઓને સંતાનના શૈક્ષણિક જવાબદારીના કામકાજમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓને વાંચન, અધ્યયનમાં એકાગ્રતા જાળવવા માટે સફળતા જણાશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં વ્યાપારથી લાભ મેળવશો. લાંબા સમયનું નવું રોકાણ પણ શક્ય છે. મિત્રોમાં વ્યવસાયના આર્થિક વ્યવહાર આ સપ્તાહમાં સંપન્ન થશે. નોકરીના સહકાર્યકરો ઉપયોગી થશે. કુટુંબના સભ્યોની પ્રગતિ જળવાઈ રહેશે. કુટુંબના કારોબારમાં યશ મેળવશો. મહિલાઓને નવા કામકાજના પ્રારંભમાં સફળતા જણાશે. પ્રવાસ દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસના જવાબદારીના કામકાજ સંપન્ન થશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં વેપાર તથા નાણારોકાણના નિર્ણયો અનુસરી શકશો. તા. ૭, ૯, ૧૧ના નોકરીના કામકાજમાં પ્રગતિ થશે. વેપારના નાણાવ્યવહાર સફળતાથી પૂર્ણ કરી શકશો. કુટુંબના વડીલનો સહયોગ કાર્યક્ષેત્રે અપેક્ષાનુસાર મેળવશો. મહિલાઓને પડોશ મિત્રોનો સહયોગ પ્રાપ્ત થાય. કાર્યક્ષેત્રે મહિલાઓ યશ મેળવશે. વિદ્યાર્થીઓને અભ્યાસની પ્રવૃત્તિઓમાં સફળતા પ્રાપ્ત થશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ તથા દૈનિક સાપ્તાહિક વેપાર અનુકૂળ બની રહેશે. નોકરી માટે તા. ૯, ૧૧, ૧૨ યશસ્વી જણાશે. નવી નોકરીનો પ્રારંભ શક્ય છે. વૈચારિક મતભેદો કાર્યક્ષેત્રે દૂર થશે. ભાગીદાર સાથેના વ્યવહારમાં સાનુકૂળતાઓ જણાશે. મહિલાઓને કાર્યક્ષેત્રે પતિનો સહયોગ પ્રાપ્ત થાય. સહપરિવાર પ્રવાસ શક્ય છે. વિદ્યાર્થીઓને અધ્યયનમાં એકાગ્રતા જાળવવામાં સફળતા જણાશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ તથા દૈનિક સાપ્તાહિક વેપારથી નાણાલાભ મેળવશો. વ્યક્તિગત મૂંઝવણો દૂર કરવા માટે નોકરીના અધિકારીનો સહયોગ મેળવશો. સ્વાસ્થ્ય જળવાશે. ભાગીદાર સાથેના વ્યવહારમાં સંભાળવું જરૂરી છે. કારોબારના આર્થિક વ્યવહારમાં સાવચેતી દાખવવી જરૂરી છે. મહિલાઓને તીર્થપ્રવાસ, પરિવારના પ્રસંગો ઈત્યાદિમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ સફળ જણાશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના વાયદાના વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરીમાં છુપા હરીફોની ઓળખ થશે. તા. ૭, ૮, ૧૩ના કામકાજમાં પ્રગતિ જણાશે. લાંબા અંતરનો પ્રવાસ જન્મકુંડળીના આધારે ગોઠવવો જરૂરી છે. સરકારી કામકાજમાં સફળતા જણાશે. કોર્ટ-કચેરીના પ્રશ્ર્નનો ઉકેલ આવશે. મિત્રો સાથેનો નાણાવ્યવહાર સંપન્ન થશે. મહિલાઓને સ્વજનોનો સુખદ અનુભવ થાય. વિદ્યાર્થીઓ સહઅધ્યાયીઓમાં માન-પાન મેળવશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના દૈનિક સાપ્તાહિક વેપારમાં સફળતા જણાશે. નોકરીમાં પ્રગતિ થાય. સિદ્ધિદાયક કાર્યો પૂર્ણ થયાનો સુખદ અનુભવ થશે. કારોબારના મિત્રો સાથેના નાણાવ્યવહારમાં કાળજી લેવી જરૂરી છે. લાંબા અંતરનો પ્રવાસ જન્મકુંડળીના આધારે નક્કી કરવો જરૂરી છે. તા. ૧૦, ૧૧, ૧૨ના નિર્ણયો કાર્યક્ષેત્રે સુખદાયક પુરવાર થશે. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓ નિર્ણયો સ્વપ્રયત્ને લઈ શકશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી બનશે. નોકરીમાં સ્થાન પરિવર્તન થાય. પ્રવાસ દ્વારા નોકરીના કામકાજ આ સપ્તાહમાં પૂર્ણ કરી શકશો. મકાન મિલકત વાહનના કામકાજમાં અનુકૂળતા જણાશે. નવા કારોબારનો પ્રારંભ થાય. તા. ૧૦, ૧૧, ૧૩ના કામકાજ યશસ્વી પુરવાર થશે. મહિલાઓને નવી નોકરીના પ્રારંભમાં અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓ આ સપ્તાહમાં અભ્યાસના સાધનો મેળવી શકશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપારમાં કાળજી લેવી જરૂરી છે. નોકરીમાં યશ મેળવશો. કામકાજ પૂર્ણ કરવા માટે અન્યની મદદ મેળવશો. તા. ૧૧, ૧૩ના રોજ ઉપરી અધિકારીનો સહયોગ મેળવશો. વેપાર વધશે. અર્થવ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે. નવા કામકાજનો પ્રારંભ થાય. મહિલાઓને નોકરી ક્ષેત્રે અનુકૂળતાઓ જણાશે. નિયમિતતા જાળવી શકશો. વિદ્યાર્થીઓને અધ્યયન માટે અનુકૂળ તકો પ્રાપ્ત થાય.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવીન કાર્યપદ્ધતિનું જ્ઞાન મેળવી શકશો. રોકાણ પણ શક્ય જણાય છે. નોકરીની જૂની જવાબદારીઓ, પ્રવૃત્તિઓ પૂર્ણ કરવા માટે સફળ રહેશો. કાર્યક્ષેત્રના મિત્રો સાથેના નાણાવ્યવહારમાં અનુકૂળતા જણાશે. કુટુંબના સભ્યો સાથેના વિવાદનો ઉકેલ મહિલાઓને વ્યવહારુંપણે પ્રાપ્ત થાય. આરોગ્ય જળવાશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા જણાય. પરીક્ષાત્મક પ્રવૃત્તિઓમાં સફળતા મેળવશો.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવીન કાર્યપદ્ધતિ અપનાવશો. દૈનિક સાપ્તાહિક વેપાર સફળ નીવડશે. નોકરીમાં સ્થાન બદલી શક્ય છે. નાણાખર્ચ વિશે સતર્કતા દાખવવી જરૂરી છે. કાર્યક્ષેત્રે નવીન પ્રવૃત્તિઓનું આયોજન સફળ રહેશે. પ્રવાસ લાભદાયી થાય. મિત્રતા કાર્યક્ષેત્રે ઉપયોગી પુરવાર થશે. ગૃહિણીઓને પડોશ સંબંધોમાં વિવાદનો ઉકેલ પ્રાપ્ત થાય. અનારોગ્યમાં રાહત જણાશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં અનુકૂળતા અનુભવશે. કઠિન વિષયોમાં માર્ગદર્શન મેળવશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button