મનોરંજન

કોણ છે એ સ્ટાક કીડ, જે જસ્ટિન બીબરને જોઇને પોતા પર કાબુ નહીં રાખી શકી, કર્યું કંઇક એવું….

અનંત-રાધિકા સંગીત સમારોહ: હાલમાં ભારતમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તડામાર તૈયારીઓ અને વિવિધ વિધિઓ ચાલી રહી છે. તેમના ફંક્શનમાં ભારતથી લઈને વર્લ્ડ લેવલ સુધીના સેલેબ્સ પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. આવું જ એક નામ છે પોપ સેન્સેશન જસ્ટિન બીબરનું. તમને દુનિયાભરમાં જસ્ટિન બીબરના લાખો ચાહકો જોવા મળશે. આ જ કારણ છે કે મુકેશ અંબાણીએ જસ્ટિન બીબરને તેમના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં 83 કરોડ રૂપિયા આપીને પરફોર્મ કરવા માટે આમંત્રણ આપ્યું હતું, પણ પરફોર્મન્સ દરમિયાન કંઇક એવું થયું હતું કે તેની ચારેબાજુ ચર્ચા થવા લાગી છે.

આ પણ વાંચો: અનંત-રાધિકાના સંગીત સમારોહમાં હાર્દિક પંડ્યા એકલો પહોંચ્યો, તો ચાહકો થયા દુઃખી!

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈમાં બોલિવૂડની હસ્તીઓએ હાજરી આપી હતી. હોલીવુડ પોપ સિંગર જસ્ટિન બીબરે અનંત અને રાધિકાના સંગીત સેરેમનીમાં ખાસ પરફોર્મન્સ આપ્યું હતું. જસ્ટિને તેના લોકપ્રિય ગીત બેબી, પીચ સહિત ઘણા સુપર હિટ ગીતો ગાયા હતા. બધાએ જસ્ટિનના સ્પેશિયલ પર્ફોર્મન્સને ખૂબ એન્જોય કર્યું હતુ. હાલમાં જસ્ટિનનો જાવેદ જાફરીની પુત્રી અલાવિયા સાથેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જસ્ટિન પરફોર્મ કરી રહ્યો છે. આ દરમિયાન અલાવિયાને સ્ટેજ પર બોલાવવામાં આવે છે. જસ્ટિનને જોઈને અલાવિયા ખૂબ જ ભાવુક થઈ જાય છે અને જસ્ટિન તેને ગળે લગાવે છે.

અલાવિયા જસ્ટિન બીબરની મોટી ફેન છે. અલાવિયાનો જસ્ટિન બીબરને ગળે મળતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો એને જબ્બર પ્રતિસાદ આપી રહ્યા છે. અલાવિયા ગોલ્ડન અને બેજ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અલાવિયા જાફરી અભ્યાસની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. તે પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે, જેમાં તે મેકઅપને લગતા વ્લોગ બનાવે છે. યુ ટ્યુબ પર તેના 13.8K ફોલોઅર્સ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 280k ફોલોઅર્સ છે.

આ પણ વાંચો: અનંત-રાધિકાના સંગીતમાં પર્ફોર્મ કરવા Popstar Rihannaકરતાં વધુ ફી લેશે Justin Bieber?

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત