નેશનલ

BSP નેતાની હત્યાના કેસમાં પોલીસે 10 ટીમ બનાવી, 8 શંકાસ્પદની ધરપકડ કરી

ચેન્નાઇઃ BSP પ્રદેશ અધ્યક્ષ કે આર્મસ્ટ્રોંગની હત્યાની તપાસ પોલીસે શરૂ કરી છે. આ માટે પોલીસની 10 વિશેષ ટીમ બનાવવામાં આવી છે. આ મામલે ચેન્નાઇ પોલીસે અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ મામલે ચેન્નાઇના પોલીસ કમિશનર સંદીપ રા રાઠોડે જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજની તપાસ કર્યા પછી, 2 કલાકમાં 8 શંકાસ્પદોને પકડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે અમે તમામ એંગલથી તપાસ કરી રહ્યા છીએ.”

આ પણ વાંચો: તમિલનાડુ BSP પ્રમુખની હત્યાના કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, 8 શંકાસ્પદની ધરપકડ

ચેન્નાઇ પોલીસે એમ પણ જણાવ્યું હતું કે આર્મસ્ટ્રોંગ પાસે બંદૂકનું લાઇસન્સ હતું. ચૂંટણી સમયે આચારસંહિતા લાગુ થયા બાદ તેમણે તેમની બંદૂક સરેન્ડર કરી દીધી હતી. આચારસંહિતા હટી ગયા બાદ તેમની બંદૂક તેમને પરત કરવામાં આવી હતી. આર્મસ્ટ્રોંગને કોઇ ખતરો હોય એવું જાણવા મળ્યું નથી. અત્યાર સુધીની તપાસમાં કોઈ રાજકીય ષડયંત્રના ભાગરૂપે હત્યાનો કોઈ એંગલ સામે આવ્યો નથી. આ ગુનામાં સંડોવાયેલા અન્ય તમામ આરોપીઓ ઝડપાઈ જશે.

નોંધનીય છે કે બહુજન સમાજ પાર્ટી (BSP) તમિલનાડુ એકમના વડા અને ચેન્નાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ કાઉન્સિલર કે. આર્મસ્ટ્રોંગની શુક્રવારે તેમના ઘરની નજીક છ વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓએ તેમના પર તલવારથી હુમલો કર્યો હતો અને ભાગી ગયા. હુમલામાં બસપા નેતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓએ કહ્યું કે આર્મસ્ટ્રોંગનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મૃત્યુ થયું હતું. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

દરમિયાનમાં બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ તેમના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ રવિવારે સવારે ચેન્નાઈ જશે અને તેમને શ્રદ્ધાંજલિ આપશે. સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણેઁ જણાવ્યું હતું કે, “ગત સાંજે તેમના ચેન્નાઈના નિવાસસ્થાન બહાર BSP તમિલનાડુ એકમના પ્રમુખ કે. આર્મસ્ટ્રોંગની જઘન્ય હત્યાને કારણે સમગ્ર સમાજમાં શોક અને ગુસ્સાની લહેર છે. રાજ્ય સરકારે તાત્કાલિક કડક અને જરૂરી પગલાં લેવા જોઈએ જેથી કરીને આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય. આ આઘાતજનક ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને હું આવતી કાલે ચેન્નાઇ જઇશ અને આર્મસ્ટ્રોંગના પરિવારને મળીશ અને તેમને સાંત્વના આપીશ.”

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત