યુકેની ચૂંટણીમાં ભારતીય સાંસદોની બોલબાલા
લંડનઃ યુકેની સામાન્ય ચૂંટણીમાં કીર સ્ટારમરની લેબર પાર્ટીએ પ્રચંડ જીત નોંધાવી છે અને વર્તમાન વડાપ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને હરાવી દીધી છે. આમાંના 9 સાંસદો ચૂંટણી જીતીને પહેલીવાર સાંસદ બન્યા છે. આમાંથી બે સાંસદ એવા છે કે જેઓ જનતા દ્વારા ત્રીજી વખત ચૂંટાયા છે.
આ પણ વાંચો: બ્રિટનની ચૂંટણીમાં Conservative party હાર્યા પછી પણ સુનકને PM મોદીએ આપ્યા અભિનંદન, જાણો કેમ?
લેબર પાર્ટીના કીર સ્ટારર હાઉસ ઓફ કોમન્સમાં 412 સીટો પર ઐતિહાસિક જીત નોંધાવીને બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા છે. છેલ્લા 10 વર્ષથી સત્તામાં રહેલી ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર 119 બેઠકો મળી હતી, જેને કારણે તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. શીખ સાંસદ પ્રીત કૌર ગિલ અને તનમનજીત સિંહે લેબર પાર્ટી તરફથી ચૂંટણી લડીને ત્રીજી વખત ચૂંટણી જીતી છે. બ્રિટિશ ચૂંટણીમાં 12 શીખ સાંસદોને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે તેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે કેનેડા પછી બ્રિટન એવો બીજો દેશ બની ગયો છે જ્યાં શીખ સમુદાયના સાંસદો સૌથી વધુ છે. ભારતીય મૂળના વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ યુકેના રાજકારણમાં ભારતીય પૃષ્ઠભૂમિની વ્યક્તિઓના વધતા પ્રભાવ અને ભાગીદારીનું વર્ણન કરે છે.
આ પણ વાંચો: બ્રિટનમાં સત્તા પરિવર્તન! ચૂંટણીમાં લેબર પાર્ટી બહુમતી તરફ, ઋષિ સુનકે રાજીનામું આપ્યાના અહેવાલ
બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે રિચમન્ડ અને નોર્થલર્ટન મતવિસ્તારમાં જીત મેળવી છે. ઋષિ સુનક ભારતીય મૂળના કન્ઝર્વેટિવ પાર્ટીના એવા સાંસદોમાં સામેલ છે જેઓ જીત્યા છે. ઋષિ સુનક ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી સુએલા બ્રેવરમેન, પ્રીતિ પટેલ અને ભારતના ગોવાના વતની ક્લેર કોટિન્હોએ પણ ભારે બહુમતીથી જીત મેળવી છે. આ સિવાય વેસ્ટ હર્ટફોર્ડશાયરમાંથી ગગન મોહિન્દ્રા અને લેસ્ટર ઈસ્ટમાંથી શિવાની રાજા ફરી એકવાર જીત્યા છે.