Gujarat માં કોંગ્રસ ભાજપને અયોધ્યાની જેમ હરાવશે : Rahul Gandhi
અમદાવાદ : ગુજરાતની(Gujarat) એક દિવસની મુલાકાતે આવેલા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ(Rahul Gandhi) આજે કોંગ્રેસ(Congress)ભવન ખાતે ભાજપ(BJP) પર પ્રહાર કર્યો હતો. તેમણે કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે કોંગ્રેસ પક્ષની આત્મા ગુજરાતમાં ભાજપને હરાવશે. જે રીતે અયોધ્યામાં હાર્યા છે તે રીતે ભાજપ ગુજરાતમાં હારશે. તેમને અમારા નેતા અને બબ્બર શેર હરાવશે. તમે ઇલેક્શન પહેલા વિચારી શકતા હતા કે અયોધ્યામાં ભાજપ હારશે નરેન્દ્ર મોદી ઓછા માર્જિનથી જીતશે. પરંતુ એ બધુ થયું અને એજ ગુજરાતમાં થશે.
લોકોને સમજાવવા પડશે કે ભાજપ સામે ડરો નહિ.
જેની માટે તમારે કાર્યકરોએ ગુજરાતના લોકો પાસે જવું પડશે. તેમજ લોકોને સમજાવવા પડશે કે ભાજપ સામે ડરો નહિ. કોંગ્રેસની વિચારધારા માં ડરવાનું છે જ નહિ. તેમજ અત્યારે પણ મને લોકો રૂમમાં આવી જે કહી જાય છે કે તમે જે કામ કર્યું તે સારું કામ નથી. આ છે કોંગ્રેસની વિચારધારા…
ડરની ભાવના ભાજપમાં છે કોંગ્રેસમાંથી નથી.
આ ઉપરાંત હું આપને એક અંદરની વાત કહું છું. ભાજપના નેતા નરેંદ્ર મોદી છે. જો કે તમને આશ્ચર્ય થશે કે ભાજપની સમગ્ર ટીમ નરેન્દ્ર મોદીને ઇચ્છતી નથી. પરંતુ બધા ડરે છે કોઇને કશુ કહી નથી શકતા. તેમના કાર્યકરો અને નેતાઓમાં દમ નથી. કોંગ્રેસમાં દરેક કાર્યકર બોલી શકે છે. દેશને અમે કીધું હતું કે ડરો નહિ અને ડરાવો નહિ. ડરની ભાવના ભાજપમાં છે કોંગ્રેસમાંથી નથી.
આપણે તેમની સરકાર તોડીશું.
કોંગ્રેસ પાર્ટી ગુજરાતથી જીતશે અને ગુજરાતથી જે નવી કોંગ્રેસ પાર્ટી બનશે. મહાત્મા ગાંધીએ અંગ્રેજોને કીધું કે ડરાવો નહિ. તેમણે જે રીતે આપણી ઓફિસ તોડી છે તે રીતે આપણે તેમની સરકાર તોડીશું. હું કહીશ ગુજરાતની કોંગ્રેસ પાર્ટીમાં પણ ખામી છે. આપણે જાણીએ કે બે પ્રકારના ઘોડા હોય છે એક રેસનો અને બીજો લગ્નનો ઘોડો. પરંતુ આપણે લગ્નના ઘોડાને રેસમાં દોડાવીએ છીએ. અને રેસના ઘોડાને લગ્નમાં મોક્લીયે છીએ. તેથી હું કહું છું કે રેસના ઘોડાને રેસમાં દોડાવો અને લગ્નના ઘોડાને લગ્નમાં મોકલો.
આ ઉપરાંત રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ગત વર્ષની વિધાનસભા આપણે બરાબર રીતે લડ્યા ન હતા. વર્ષ 2017માં બરાબર લડયા હતા. જેમાં ત્રણ મહિનામાં ફિનિસ લાઇન સુધી પહોંચી ગયા હતા. ગુજરાતમાં ભાજપની સત્તાને 30 વર્ષ થયા છે. તેમને હરાવવા માટે એઆઇસીસી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ તમને મદદ કરશે. આપણે એમને પાઠ ભણાવવાનો છે. નફરતથી નહિ પ્રેમથી. નરેન્દ્ર મોદી ફુગ્ગો ફૂટી ગયો છે.