ઇન્ટરનેશનલ

જાણો યુકેના સાંસદ કનિષ્ક નારાયણ વિશે, તેમનું ભારત સાથે છે ખાસ કનેક્શન

નવી દિલ્હીઃ બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવીને કન્ઝર્વેટિવ પાર્ટીને સત્તાથી બહારનો રસ્તો બતાવી દીધો છે. લગભગ 650 બેઠકો પર યોજાયેલી આ ચૂંટણીમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી સત્તામાંથી બહાર થઈ ગઈ છે. વડા પ્રદાન ઋષિ સુનકે રાજીનામુ આપી દીધું છે અને હવે લેબર પાર્ટીના કીર સ્ટાર્મર વડા પ્રધાન બન્યા છે.

લેબર પાર્ટીની આ જીત બાદ હવે બ્રિટનમાં વધુ એક નામની ચર્ચા થઈ રહી છે. એ નામ છે કનિષ્ક નારાયણ. વેલ્સમાંથી અલુન કેનર્સને હરાવી તેઓ સત્તામાં આવ્યા છે. નારાયણનો જન્મ બિહારના મુઝફ્ફરપુરમાં થયો હતો. પરંતુ તેનો ઉછેર કાર્ડિફમાં થયો હતો. હવે તેઓ બેરીમાં રહે છે. નારાયણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

નારાયણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. અહીં તેમણે ફિલોસોફી, પોલિટિક્સ અને ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો. આ પછી તેઓ કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં જઇને તેમણે માસ્ટર્સ બિઝનેસનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. નારાયણે યુરોપ અને યુએસમાં ઘણી નોકરીઓ કરી હતી. લોકડાઉન દરમિયાન, તેણે રાષ્ટ્રીય અભિયાન ચલાવ્યું, જેમાં તેમણે બ્રિટિશ સરકારને મદદ કરી. આ ઉપરાંત તેમણે ઘણા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશન લેવામાં મદદ કરી હતી. રાજકારણી બનતા પહેલા નારાયણ સરકારી સલાહકાર મંત્રાલયમાં કામ કરતા હતા. તેઓ સિવિલ સર્વિસમાં પણ રહી ચૂક્યા છે.

કનિષ્ક નારાયણનાના પિતાનું નામ સંતોષ કુમાર અને માતાનું નામ ચેતના સિંહા છે. કનિષ્ક નારાયણન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ સાથે પણ ગાઢ સંબંધ ધરાવે છે. ડો.રાજેન્દ્ર પ્રસાદ કનિષ્ક નારાયણના દાદીમાના દાદા હતા. જો કે, કનિષ્ક નારાયણની બહેને જણાવ્યું હતું કે તેઓ ક્યારેય ડૉ. રાજેન્દ્ર પ્રસાદને મળ્યા નથી પરંતુ ઈતિહાસ તો ઇતિહાસ છે. તેને ક્યારેય બદલી શકાતો નથી.

કનિષ્ક નારાયણ અભિનેત્રી શ્રેયા નારાયણના ભાઈ છે. શ્રેયા ‘બરફી’, ‘રોકસ્ટાર’ અને ‘સાહબ બીવી ઔર ગેંગસ્ટર’ ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે. અભિનેત્રીએ એક પોસ્ટ શેર કરીને ભાઇને અભિનંદન પણ આપ્યા છે. તેમણે લખ્યું હતું કે આજે અમારા પરિવાર માટે સૌથી મોટો દિવસ છે. 20 વર્ષનું બલિદાન આજે સફળ થયું છે. મારા દાદા દાદી જ્યાં પણ હશે, તેઓ તેમના પૌત્ર કનિષ્ક નારાયણને તેમના સપના પૂરા કરતા જોશે. મારો ભાઈ અત્યાર સુધી યુકેનો સૌથી યુવા સાંસદ બન્યો છે. આ સમાચાર તમારી સાથે શેર કરતા મને ઘણી ખુશી થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત