Swine flu in Gujarat: છેલ્લા પાંચ મહિનામાં સ્વાઈન ફ્લૂના 1022 કેસ નોંધાયા અને 27 દર્દીનાં મોત
અમદાવાદઃ ગુજરાતમાં સ્વાઈન ફલુના કેસ(Swine flu in Gujarat)ની સંખ્યામાં ચિંતા જનક વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા પાંચ મહિનામાં સ્વાઈન ફ્લુ (H1N1)ના 1022 કેસ નોંધાયા છે. જ્યારે 27 દર્દીઓનાં મોત થયાં છે. જેમાં છેલ્લે મે મહિનામાં ગુજરાતના સ્વાઈન ફલૂના નવા 35 કેસ સામે આવ્યા છે. જે પૈકી સારવાર દરમિયાન બે દર્દીનાં મોત થયાં છે. જાન્યુઆરીથી મે 2024ના પાંચ મહિના દરમિયાનમાં સ્વાઈન ફલૂથી મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબરે છે. ગત વર્ષ 2023માં ગુજરાતમાં 212 કેસ નોંધાયા હતા અને ત્રણ દર્દીનાં મોત હતા.
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડેટા પ્રમાણે દેશમાં પાંચ મહિનામાં 6,351 કેસ સામે આવ્યા છે. જે પૈકી 132 દર્દીનાં મોત થયા છે. ગુજરાતમાં જે કેસ સામે આવ્યા તેમાં દર્દીઓ ઉંમર લાયક હોય, અન્ય કોઈ બીમારી હોય તેવા દર્દી વધુ નોંધાયા હતા. કારણ કે, તેમને ચેપ લાગવાનો ખતરો વધુ રહે છે.
આ પણ વાંચો…
Rathyatra 2024: જાણો અમદાવાદની જગન્નાથજી Rathyatra માં શું છે Pahind Vidhiનું ધાર્મિક મહત્વ
તાવ આવે, ઠંડ લાગે, ગળામાં દુઃખાવો, માંસપેશીમાં દુઃખાવો અને અશક્તિ એ સ્વાઈન ફલૂના લક્ષણો છે. છેલ્લે મે મહિનામાં ગુજરાતના સ્વાઈન ફલૂના નવા 35 કેસ નોંધાય છે. જે પૈકી સારવાર દરમિયાન બે દર્દીનાં મોત થયાં છે.
ગુજરાતમાં ગત વર્ષ 2023માં સ્વાઈન ફલૂના 212 કેસ નોંધાયા હતા અને ત્રણ દર્દીનાં મોત થયાં હતા. જ્યારે વર્ષ 2022ના અરસામાં 2,174 કેસ નોંધાયા હતા અને 71 દર્દી મોતને ભેટયા હતા. વર્ષ 2021ના સમયગાળામાં 33 કેસ અને બે મોત સરકારી ચોપડે નોંધાયા હતા. ગુજરાતમાં વર્ષ 2020માં 55 કેસ અને બે મોત, વર્ષ 2019માં 4,844 કેસ અને 151 મોત જ્યારે વર્ષ 2018માં 2164 કેસની સાથે 97 દર્દીનાં મોત નોંધાયા હતા. ગુજરાતમાં વર્ષ 2022ના અરસામાં મોટી સંખ્યામાં કેસ આવ્યા તે સમયે મોટા ભાગના દર્દીઓને ઓક્સિજન અને વેન્ટિલેટરના સહારે સારવાર આપવી પડી હતી.