આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Rathyatra 2024: જાણો અમદાવાદની જગન્નાથજી Rathyatra માં શું  છે Pahind Vidhiનું ધાર્મિક  મહત્વ

અમદાવાદ : અમદાવાદ(Ahmadabad)શહેરમાં રવિવારે યોજનારી ભગવાન જગન્નાથની 147મી રથ યાત્રાની તમામ કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જેમાં રથયાત્રાનો(Rathyatra)પ્રારંભ થાય તે પહેલા પહિંદ વિધિ (Pahind Vidhi)કરવામાં આવે છે. ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીને ત્રણેય રથમાં બિરાજમાન કરાય ત્યાર પછી રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સાફ કરાય છે. દેશનો રાજા હોય તે સોનાની સાવરણી લઈને રથયાત્રાના પ્રારંભિક રસ્તાની સફાઈ કરે છે. પરંતુ હાલ રાજ્યના મુખ્યપ્રધાન રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સાફ કરે છે અને ત્યાર પછી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. આને રથયાત્રામાં પહિંદ વિધિ કહેવાય છે.


| Also Read: Rathyatra 2024: અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં Rathyatra પૂર્વે નેત્રોત્સવ વિધી યોજાઇ


રથયાત્રામાં સૌથી વધુ વખત પહિંદ વિધિ કરવાનો રેકોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો

ઓરિસ્સાના પુરીની રથયાત્રામાં પહિંદ વિધિ કરાય છે. જેને પગલે અમદાવાદની રથયાત્રામાં પહિંદ વિધિ કરવાની પરંપરા ચાલી આવે છે. અમદાવાદની રથયાત્રામાં સૌથી વધુ વખત પહિંદ વિધિ કરવાનો રેકોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે. બાર વર્ષ તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યા, અને બારેય વર્ષ નરેન્દ્ર મોદીએ રથયાત્રામાં આવીને પહિંદ વિધી કરીને રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.


| Also Read: વિહળધામ પાળિયાદમાં અમાસના પાવન પર્વે લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યાં


સીએમ ભૂપેન્દ્ર પટેલ સતત ત્રીજી વખત રથયાત્રાની પહિંદ વિધિ કરશે

147મી રથયાત્રા અષાઢી બીજને  07 જૂલાઈ રવિવારે નીકળનાર છે. ત્યારે આ વર્ષે રથયાત્રામાં પહિંદ વિધિ રાજ્યના  મુખ્યપ્રધાન  ભૂપેન્દ્ર પટેલ કરશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સતત ત્રીજી વખત રથયાત્રાની પહિંદ વિધિ કરશે. રથયાત્રાને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, અને અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ચુક્યો છે. જમાલપુર મંદિર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. મંદિરમાં પ્રસાદની તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રાની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત