Britain Election: કીર સ્ટારમરે બ્રિટનના વડા પ્રધાન તરીકે સત્તા સંભાળી, કેબિનેટમાં આ ભારતીયને સ્થાન
લંડન: બ્રિટનમાં સત્તા પરિવર્તન(Britain Election) થયું છે, ચૂંટણીમાં લોબર પાર્ટી(Labour party)ની જંગી જીત થઇ છે. આ સાથે જ, કન્ઝર્વેટિવ પાર્ટી(Conservative party)ના 14 વર્ષના શાસનનો અંત આવ્યો છે, ઋષિ સુનકે(Rishi Sunak) વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે. બ્રિટનને કીર સ્ટારમર(Keir Starmer)ના રૂપમાં નવા વડાપ્રધાન મળ્યા છે. ચૂંટણી પરિણામો આવ્યા બાદ તેમણે નવા વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો
કીર સ્ટારમરે શુક્રવારે જ વડાપ્રધાન તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમની ટીમમાં તેમણે રશેલ રીવ્સને નાણા પ્રધાન બનાવ્યા છે, જેઓ બ્રિટનના પ્રથમ મહિલા નાણા પ્રધાન બન્યા છે અને ડેવિડ લેમીને વિદેશ સચિવ તરીકે નિયુક્ત કર્યા.
| Also Read: બ્રિટનની ચૂંટણીમાં Conservative party હાર્યા પછી પણ સુનકને PM મોદીએ આપ્યા અભિનંદન, જાણો કેમ?
ઉત્તર-પશ્ચિમ ઈંગ્લેન્ડના વિગાન સંસદીય મતવિસ્તારમાંથી ફરી જીત મેળવનાર ભારતીય મૂળના લિસા નંદીને વડાપ્રધાન કીર સ્ટારમરે કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ વિભાગના પ્રધાન બનાવ્યા છે.
બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાએ બકિંગહામ પેલેસ ખાતે મીટિંગ દરમિયાન કીર સ્ટારરને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. તે સમય દરમિયાન સ્ટારમેરે બ્રિટનનું “પુનઃનિર્માણ” કરવાની પ્રતિજ્ઞા લીધી. આ દરમિયાન મજૂરોએ ડાઉનિંગ સ્ટ્રીટ પર તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરતા લીલા ઝંડા ફરકાવ્યા હતા.
યુકેની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીની પ્રચંડ જીત બાદ, કીર સ્ટારમરે જનતાને સંબોધતા પ્રથમ ભાષણમાં કહ્યું કે, “હું તમારો અવાજ બનીશ, હું તમને સમર્થન આપીશ, હું દરરોજ તમારા માટે લડીશ.” તેમણે કહ્યું કે આપણા દેશે પરિવર્તન માટે, રાષ્ટ્રના નવનિર્માણ માટે અને રાજકારણમાં જનસેવા તરફ પાછા ફરવા માટે નિર્ણાયક રીતે મતદાન કર્યું છે. આ પ્રકારનો જાનાદેશ પણ મોટી જવાબદારીનો અહેસાસ કરાવે છે. તેમણે કહ્યું કે અમે બ્રિટનના પુનઃનિર્માણ માટે કામ કરીશું.
250 સીટો સાથે બ્રિટનમાં કન્ઝર્વેટિવની મોટી હાર થઇ, ઋષિ સુનક ભલે ખરાબ રીતે હારી ગયા હોય પરંતુ તેઓ પોતાની સીટ બચાવવામાં સફળ રહ્યા. તેમણે ઉત્તરી ઈંગ્લેન્ડની રિચમન્ડ અને નોર્થલર્ટન સીટ પર ફરીથી 23,059 મતોના માર્જિનથી જીત મેળવી છે.
| Also Read: Britain Election Result: ઋષિ સુનકે હાર સ્વીકારી, લેબર પાર્ટી અને કીર સ્ટારમેરને અભિનંદન પાઠવ્યા
ભારતીય મૂળના કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર શિવાની રાજાએ લેસ્ટર ઈસ્ટ મતવિસ્તારમાંથી જીત મેળવી છે. તેમણે ભારતીય મૂળના લેબર ઉમેદવાર રાજેશ અગ્રવાલને હરાવ્યા છે. જો કે, ટોરી નેતાઓમાં, ભૂતપૂર્વ ગૃહ પ્રધાન સુએલા બ્રેવરમેન અને પ્રીતિ પટેલ તેમની બેઠકો ફરીથી જીતવામાં સફળ રહ્યા.
બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપતા સાંસદોમાંના એક લેબર પાર્ટીના ભારતીય મૂળના વીરેન્દ્ર શર્મા માને છે કે વડા પ્રધાન કીર સ્ટારમરના નેતૃત્વમાં ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે લેબર પાર્ટી 14 વર્ષ પછી સત્તામાં પરત ફરે છે તે પરિવર્તન છે જેની બ્રિટનને ખૂબ જ જરૂર છે.