મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી લોહાણા
કચ્છ ગામ નેત્રા હાલ મુંબઇ ત્રીકમદાસ ઓધવજી ચંદન (શંભુભાઇ)ના પત્ની સુશીલાબેન (ઉં. વ. ૮૪) તે હરેશ, જયેશ, ઉમેશના માતુશ્રી. તે જયશ્રી, મીતા, થ્રીતીના સાસુ. તે નારાણજી વિશ્રામ ઠક્કર (સોતા)ના જયેષ્ઠ પુત્રી. તા. ૪-૭-૨૪ના ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૬-૪-૨૪ના શનિવારના ૫થી ૬.૩૦. ઠે. રવજી જીવરાજ ચાંગડાઇવાળા હોલ, એસ.એન.ડી.ટી. લેડીઝ કોલેજ, રફી એહમદ કીડવાઇ રોડ, માટુંગા, મુંબઇ-૧૯. બેરાઓએ એજ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ છે.
વેજાપુર ભાટીયા
ડોકટર કૃષ્ણદાસ ભાટીયા (ઉં. વ. ૮૧) ગામ વેજાપુર હાલ સાયન તે સ્વ. રતનબેન જમનાદાસ ભાટીયાન પુત્ર. તે સ્વ. તેજકુંવરબેન દ્વારકાદાસ આસરના જમાઇ. ડોકટર શંકુતલાબેનના પતિ. રૂપલ, દેવેશના પિતાશ્રી. ધારિણીના સસરા. સ્વ. ગોપાલદાસ અને અ. સૌ. કામિનીબેનના ભાઇ. તા. ૪-૭-૨૪ના ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. (ચક્ષુદાન કરેલ છે). પ્રાર્થનાસભા તા. ૬-૭-૨૪ના શનિવારે ૫થી ૬.૩૦. ઠે. માટુંગા ગુજરાતી સેવા મંડળ, ૩૯૮, તેલંગ રોડ, ફૂલગલી માટુંગા પોસ્ટ ઓફિસની બાજુમાં, માટુંગા (સે.રે.).
સંત રોહિદાસ વંશી વઢિયારા
ગામ સમઢીયાળા નં.૨. બોટાદ (હાલ ધારાવી) સ્વ. અર્જુનભાઇ કાળાભાઇ સોલંકી તા. ૩-૭-૨૪ બુધવારના રામશરણ પામેલ છે. તે સ્વ. શાંતિ સોલંકીના પતિ. સાહિલના દાદા. રમિલાના નાના. તથા પૂંજાભાઇ, વિરજીભાઇ, રમેશભાઇના મોટાભાઇ. તેમના બારમાની વિધિ રવિવાર, તા. ૭-૭-૨૪ના સવારે ૧૦ કલાકે. ઠે. ગણેશ સ્કૂલ, શિવપંચ મંદિર, સંત કક્કયા માર્ગ, ધારાવી, મુંબઇ-૪૦૦૦૧૭.
કચ્છી રાજગોર
ગામ નાગરેચાના હાલ મુલુંડ અરવિંદ રાજગોર (ઉં. વ. ૬૬) તા. ૩-૭-૨૪ના રામશરણ પામેલ છે. તે ગં. સ્વ. સરસ્વતીબેન જાદવજીના પુત્ર. હંસાબેનના પતિ. મેહુલના પિતાજી. નિતીન, હસમુખ, રાજેશ, કિરીટ, ગં. સ્વ. મીનાબેન પરેશભાઇ નાકરના ભાઇ. નારણપુરના મણિશંકર ખીમજી ભટ્ટના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૬-૭-૨૪ના ૪થી ૬. ઠે. કચ્છી રાજગોર મિત્ર મંડળ હોલ, લવ કુશ બિલ્ડિંગ,૨જે માળે, રૂમ.નં.૬, મહાત્મા ગાંધી રોડસ મુલુંડ (વેસ્ટ).
હાલાઇ લોહાણા
હાલ ચેમ્બુર મુંબઇ અ. સૌ. માયાબેન રાયચડા (ઉં. વ. ૬૨) તે વિનોદભાઇ દેવચંદભાઇ રાયચડાના પત્ની. તે અમિત, અમી સંજીવ પમનાની, લૌપા રિષીત દેસાઇના માતુશ્રી. તે જશ, અગસ્ત્યના નાની. તે સ્વ. હેમુભાઇ અમરશી પૂજારાના પુત્રી. રસિકભાઇ, મહેશભાઇ, જયશ્રી રાજેન્દ્ર તન્નાના બહેન. ગુરુવાર, તા. ૪-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૬-૭-૨૪ના ૩થી ૫. ઠે. સુમતિ ગુર્જરવાડી, સુશ્રુત હોસ્પિટલની સામે, સ્વસ્તિક પાર્ક, ચેમ્બુર, મુંબઇ-૭૧.
સિહોર સંપ્રદાય ઔદિચ્ય બ્રાહ્મણ
સ્વ. પ્રવીણભાઇ ગંગાશંકર બધેકા તથા ગં. સ્વ. હેમલતાબેન બધેકાના સુપુત્ર રાજેશભાઇ બધેકા તા. ૩-૭-૨૪ના બુધવારે અવસાન થયેલ છે. તે હર્ષાબેનના પતિ. કુમારી રિદ્ધિના પિતાશ્રી. રેખાબેન રમેશભાઇ ત્રિવેદી, સ્વ.મમતાબેન નિરંજનભાઇ મહેતા, ફાલ્ગુનીબેનના ભાઇ. સસુર પક્ષે સ્વ. વિનોદભાઇ કાંતીભાઇ સાગર. સ્વ. પદમાબેન વિનોદભાઇ સાગર (પરજીયા સોની)ના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૭-૭-૨૪ના રવિવારના ૪થી ૬. ઠે. જિંજર હોટેલ, ૧લેે માળે, બિંદ્રા કોર્પોરેટ સેન્ટર, મહાકાલી કેવ્સ રોડ, અંધેરી (ઇસ્ટ).
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
પરવડી નિવાસી હાલ બોરીવલી રંજનબેન જશવંતરાય દેસાઈ (ઉં.વ. ૭૯) તે પ્રજ્ઞેશ તથા સ્વ. ફાલ્ગુનીના માતુશ્રી. રિદ્ધિ (સોની) તથા જયેશભાઇ બાવીશીના સાસુ. વિજયભાઈ લાભચંદ મેઘાણી, સરોજબેન ઘેલાણી તથા સુધાબેન દોશીના બહેન. સ્વ. શાંતિલાલ દેસાઈ, સ્વ. લીલાવંતીબેન, સ્વ. સવિતાબેન, સ્વ. વિમળાબેન, સ્વ. પુષ્પાબેન, સ્વ. જયાબેન તથા હસુમતીબેનના ભાભી. પ્રણવી, જયનીશ, રાજ, કૌશલ સંમીઘીના દાદી. ગુરુવાર ૪/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૭/૭/૨૪ રવિવારના ૧૦ થી ૧૨. પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શિ.સં.ઔ.સ.બ્રહ્મ સમાજ
ભાણવડ નિવાસી હાલ બોરીવલીના સ્વ. હિંમતલાલ પંડયા તા. ૨/૭/૨૪ મંગળવારના સ્વર્ગવાસ પામેલ છે. તે અંબાબેન નાનાલાલ પંડ્યાના સુપુત્ર. સવિતાબેનના પતિ. મમતા, પ્રકાશ, ભાવેશના પિતા. ધર્મિષ્ઠા, રચનાના સસરા. સુહાની, પૃથ્વી, નિષ્ઠા, દીર્ઘ, દર્શના દાદા. હંસાબેન, મંજૂબેન, કૈલાસબેન સુરેશભાઈ, અશોકભાઈના ભાઈ. ૪ જય અંબિકા બિલ્ડીંગ, કાર્ટર રોડ નંબર ૩, અંબાજી મંદિરની સામે બોરીવલી ઈસ્ટ.
દશા સોરઠિયા વણિક સમાજ
ધોરાજી નિવાસી હાલ કાંદિવલી ગં.સ્વ. લીલાવતી પારેખ (ઉં.વ. ૮૫) તા. ૩૦.૬.૨૪ના શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. કેશવલાલ ગુલાબચંદ પારેખના ધર્મપત્ની. અંબાબેન વિઠ્ઠલદાસ શેઠના દીકરી. હિતેષભાઈ, દિપકભાઈ, નેહાબેનના માતુશ્રી. પૂજાબેન હિતેશભાઈ, સ્વ. રાખીબેન દિપકભાઈ, રાજેશભાઈ તલાટીના સાસુ. દિપેન, મોહિત, પાર્થ, આર્યનના દાદી અને મહેક અને પલકના નાની, ૩૦/૬/૨૪ના વૈકુઠધામ થયા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button