આપણું ગુજરાતસ્પોર્ટસ

વડોદરા પહોંચ્યા પછી હાર્દિકનું પુત્ર સાથે સેલિબ્રેશન

વડોદરા: ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા્ ગુરુવારે મુંબઈમાં લાખોના માનવ મહેરામણ વચ્ચે ટી-20 વર્લ્ડ કપના ચૅમ્પિયનપદની સેલિબ્રેશન કર્યું અને પછી વાનખેડે સ્ટેડિયમમાં પણ બીસીસીઆઇ દ્વારા આયોજિત સમારોહમાં ઉત્સાહભેર હાજરી આપી હતી. ત્યાર બાદ બધા ખેલાડીઓ પોતપોતાના ઘરે ગયા એમાં હાર્દિક પણ વડોદરા ફૅમિલી પાસે પાછો આવી ગયો હતો. તેણે ખાસ કરીને ચાર વર્ષના પુત્ર અગસ્ત્ય સાથે જીત સેલિબ્રેટ કરી હતી.

હાર્દિકે પુત્ર સાથેના સેલિબ્રેશનની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. તેણે વીડિયો પણ શૅર કર્યો હતો. હાર્દિકે કૅપ્શનમાં લખ્યું, ‘હું જે પણ કરું છું એ તારા માટે જ કરું છું.’

આ પણ વાંચો : રોહિત શર્મા ઘરે પહોંચ્યો એટલે મિત્રોએ પણ કર્યું યાદગાર સ્વાગત!

ર્દિકના પુત્ર સાથેના ફોટો અને વીડિયો ઇન્સ્ટા પર જોવા મળ્યા, પણ પત્ની નતાશા સાથેની તસવીર નહોતી. એના પરથી સોશિયલ મીડિયામાં અમુક વર્ગને અટકળ કરવાનો મોકો મળી ગયો છે કે હાર્દિક-નતાશા વચ્ચે કંઈક ખટપટ તો થઈ જ છે.
ગુરુવારે ભારતીય ટીમ બાર્બેડોઝથી પાછી આવી ત્યાર બાદ ખેલાડીઓ પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. વડા પ્રધાને દરેક ખેલાડી સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી હતી.

પીએમ મોદીએ હાર્દિકને પૂછ્યું, ‘તમે ફાઇનલ જીત્યા પછીના ઇન્ટરવ્યૂમાં ખૂબ ભાવુક થઈ ગયા હતા. એ વિશે કંઈક કહેશો?’ હાર્દિકે જવાબમાં કહ્યું, ‘મારા છેલ્લા છ મહિના ખૂબ એન્ટરટેઇનિંગ રહ્યા. એમાં કેટલાક અપ્સ ઍન્ડ ડાઉન્સ આવ્યા. જાહેર જનતાએ મારો હુરિયો બોલાવ્યો. જોકે મેં નક્કી કરેલું કે હું કોઈને પણ મારા પર્ફોર્મન્સથી જ જવાબ આપીશ. મારો એ જવાબ સ્પોર્ટ્સ મારફતનો જ હશે એ મેં યાદ રાખેલું. એટલે મેં નક્કી કરેલું કે હું મજબૂત મનોબળ રાખીશ અને ખૂબ મહેનત કરીશ.’

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker