મનોરંજન

Ranveer Singh- Deepika Padukoneને ત્યાં આવશે Baby Boy? જાણો કોણે કરી આવી આગાહી…

બોલીવૂડનું મોસ્ટ ક્યુટ એન્ડ એડોરેબલ કપલ એટલે દિપીકા પદૂકોણ અને રણવીર સિંહ (Bollywood Actress Deepika Padukone-Ranvir Singh). ટૂંક સમયમાં જ બંને જણ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. દિપીકા હાલમાં પ્રેગ્નન્ટ છે અને સપ્ટેમ્બરમાં તે બાળકને જન્મ આપશે, પણ એ પહેલાં જ આવનારા મહેમાન વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે. એક પંડિતે દિપીકા અને રણવીરને ત્યાં દીકરી આવશે કે દીકરો એનો ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું છે આ ખુલાસો…

પંડિત દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર દિપીકા અને રણવીરને ત્યાં પુત્રરત્નનો જન્મ થશે. આ જ પંડિતે 2022માં દિપીકા-રણવીરને લઈને ખુલાસો કર્યો હતો કે બંનેને 2024 સુધી ગુડ ન્યૂઝ મળશે અને એવું જ થયું. હવે તેમણે જ આવનારા મહેમાનને લઈને ભવિષ્યવાણી કરી છે દિપીકા દીકરાને જન્મ આપશે.

દિપીકા અને રણવીર સિંહ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતો ચહેરો છે અને તેમના ઘરે આવનારા મહેમાનને લઈને ફેન્સમાં પણ ખાસ્સી એવી ઉત્સુકતા જોવા મળી રહી છે. ગુરુજી દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી અનુસાર આ સંતાન બંને માટે એટ્રેક્શન અને ગુડ લર લઈને આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિપીકા પદૂકોણ અને રણવીર સિંહે 2018માં લગ્ન કર્યા હતા અને હવે લગ્નના છ વર્ષ બાદ દિપીકા પ્રેગ્નન્ટ છે અને સપ્ટેમ્બરમાં આ કપલ પોતાના પહેલાં સંતાનને આવકારવા જઈ રહ્યું છે. આ જ વર્ષે ફેબ્રુઆરીમાં રણવીર અને દિપીકાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ ન્યૂઝ શેર કરી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિપીકા હાલમાં તેની ફિલ્મ કલ્કી 2898 એડીને લઈને ચર્ચામાં છે અને આ જ ફિલ્મમાં તેણે ગર્ભવતી મહિલાનો રોલ કર્યો છે. ત્યાર બાદ એક્ટ્રેસ સિંઘમ અગેઈનમાં જોવા મળશે અને આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ પણ જોવા મળશે. આ ફિલ્મ પહેલી નવેમ્બરના થિયેટરમાં રિલીઝ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button