મુંબઈ મનપાની ચૂંટણી વહેલી તકે યોજો: આદિત્ય ઠાકરે

મુંબઈ: શિવસેના (યુબીટી) નેતા આદિત્ય ઠાકરેએ શુક્રવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની લાંબા સમયથી પડતર ચૂંટણીઓ વહેલી તકે યોજવાની માગણી કરી હતી, જે હાલમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિયુક્ત પ્રશાસક હેઠળ છે.
વિધાનસભામાં બોલતા મુંબઈના વરલીના વિધાનસભ્યે ધ્યાન દોર્યું હતું કે મહાનગરમાં હવે બે વર્ષથી વધુ સમયથી કોર્પોરેટરો નથી અને 15 વોર્ડ અધિકારીઓની જગ્યાઓ ખાલી છે. લોકોએ પોતાના જે કામ પાલિકા-સ્તરે થવાનું હોય છે તેના માટે સ્થાનિક વિધાનસભ્યો પાસે જવું પડે છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાને એમ પણ કહ્યું હતું કે દેશની સૌથી શ્રીમંત પાલિકામાં વહેલી તકે ચૂંટણી યોજવા દબાણ કર્યું હતું, જેથી શહેરને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મળે.
રાજ્યના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે ગૃહમાં જણાવ્યું હતું કે સરકારે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી) ને વોર્ડ અધિકારીઓની ખાલી જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે. મુંબઈ અને થાણે, પુણે સહિત અન્ય કેટલીક મોટી મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીઓ 2022ની શરૂઆતમાં થવાની હતી. (પીટીઆઈ)