આપણું ગુજરાત

Gujarat સરકારે વધુ ત્રણ અધિકારીઓને ફરજિયાત સેવા નિવૃત કર્યા

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે ભ્રષ્ટ અધિકારીઓને મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે આજે સરકારે વધુ ત્રણ અધિકારીઓને ફરજિયાત સેવા નિવૃત કર્યા છે. જેમાં રાજ્ય સરકારના નાણાં વિભાગ અંતર્ગતના નાયબ રાજ્ય વેરા કમિશનર વર્ગ 1 ના બે અધિકારીઓ ડી.પી.નેતા અને એસ.એચ. ગાંધીને અને ગુજરાત વહીવટી સેવા સંવર્ગ GAS(સિનિયર સ્કેલ) અઘિકારી એસ. જે. પંડયાને તાત્કાલિક અસરથી રાજ્ય સેવામાંથી જાહેર હિતમાં અપરિપક્વ નિવૃત કરવામાં આવ્યા છે.

4 જુલાઇના રોજ પણ ત્રણ અધિકારીઓને ફરજીયાત નિવૃતિ આપી

આ ઉપરાંત રાજય સરકારે 4 જુલાઇના રોજ પણ ત્રણ અધિકારીઓને ફરજીયાત નિવૃતિ આપી હતી. જેમાં હથિયારી પીઆઇ એફ એમ કુરેશી, ડી ડી ચાવડા અને આર આર બંસલને ફરજિયાત નિવૃત કરાયા છે.

આ પણ વાંચો : Rahul Gandhi શનિવારે  ગુજરાતની  મુલાકાતે, પથ્થરમારામાં ઇજાગ્રસ્ત કોંગ્રેસના કાર્યકરોને મળશે

વહીવટીતંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે લાલ આંખ

ગુજરાતમાં રાજકોટ અગ્નિકાંડમાં સરકારી અધિકારીઓની બેજવાબદારી અને ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. જેના પગલે રાજ્ય સરકાર એકશનમાં આવી છે. તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલે ખુદ ટકોર કરી હતી કે આ પ્રકારની બેજવાબદારી ચલાવી લેવામાં આવશે નહિ. તેમજ કહ્યું હતું કે આપણી ક્યાંય ભૂલ થાય છે. જે લોકો માટે વિકાસ કરવાનો છે જે એ જ નહિ રહે તો વિકાસનો શું અર્થ ? તેની બાદ તેમણે પોતે વહીવટીતંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરી છે તેમજ ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker