નેશનલ

BJP એ 23 રાજ્યના પ્રભારી અને સહપ્રભારીની જાહેરાત કરી, Vijay Rupani ને પંજાબની જવાબદારી યથાવત

નવી દિલ્હી : લોકસભા ઇલેક્શન(Election 2024)બાદ ભાજપે(BJP)દેશમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં આજે દેશના 23 રાજ્યના પ્રભારી અને સહપ્રભારીના નામની જાહેરાત કરી છે.

ભાજપે હરિયાણા, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને ઓડિશા જેવા મોટા રાજ્યો સહિત દેશભરના 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની જાહેરાત કરી છે. તાજેતરમાં જ સાંસદ બનેલા સંબિત પાત્રાને પણ આમાં મોટી જવાબદારી મળી છે અને તેમને ઉત્તર-પૂર્વના સંયોજક બનાવવામાં આવ્યા છે.જ્યારે પંજાબના પ્રભારી તરીકે ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીને યથાવત રાખ્યા છે.

દુષ્યંત પટેલ દાદરા અને નગર હવેલીના પ્રભારી

ભાજપે જે મોટા રાજ્યોના પ્રભારી જાહેર કર્યા છે તેમાં વિનોદ તાવડેને બિહારમાં જવાબદારી મળી છે. દીપક પ્રકાશ, જેઓ સાંસદ પણ છે, સહ-પ્રભારી તરીકે તેમની સાથે રહેશે. વિનોદ તાવડે હાલમાં રાષ્ટ્રીય મહાસચિવ છે અને સંગઠનમાં તેમનું મોટું સ્થાન છે. ધારાસભ્ય અશોક સિંઘલને અરુણાચલ પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ સિવાય રઘુનાથ કુલકર્ણીને આંદામાન અને નિકોબારના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ધારાસભ્ય નીતિન નબીનને છત્તીસગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે. દુષ્યંત પટેલને દાદરા અને નગર હવેલીના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: મત માટે ગુંડાગીરી પર ઉતરી આવેલા ભાજપે, શિવનું હળાહળ અપમાન કર્યું -શક્તિસિંહ ગોહિલ

શ્રીકાંત શર્માને હિમાચલ પ્રદેશના પ્રભારી

આશિષ સૂદને ગોવાની જવાબદારી મળી છે. ડો.સતીશ પુનિયાને હરિયાણામાં પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે સુરેન્દ્રસિંહ નાગરને સહ-પ્રભારી તરીકે જવાબદારી મળી છે. તેઓ રાજ્યસભાના સાંસદ પણ છે. શ્રીકાંત શર્માને હિમાચલ પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે અને સંજય ટંડન સહ-પ્રભારી તરીકે તેમની સાથે રહેશે. તરુણ ચુગ જમ્મુ-કાશ્મીરના પ્રભારી હશે અને આશિષ સૂદ તેમની સાથે સહ-પ્રભારી બન્યા છે.

પંજાબના પ્રભારી તરીકે વિજય રૂપાણી યથાવત

જ્યારે પંજાબના પ્રભારી તરીકે ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીને યથાવત રાખ્યા છે. તેમની સાથે સહપ્રભારી તરીકે નરેન્દ્રસિંહ રહેશે. ઉત્તરાખંડના પ્રભારી તરીકે દુષ્યંતકુમાર ગૌતમ અને સહ પ્રભારી તરીકે રેખા વર્માના નામની જાહેરાત કરવામાં આવી છે. મધ્ય પ્રદેશના પ્રભારી તરીકે ડૉ. મહેન્દ્રસિંહને જવાબદારી અપાઈ છે. જ્યારે સહપ્રભારી તરીકે સતીશ ઉપાધ્યાય તેમની સાથે જોડાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button