ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

શનિના નક્ષત્રમાં કરશે રાહુ ગોચર, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…

જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુ બંને ગ્રહોને માયાવી ગ્રહ તરીકે ઓળખાવવામાં આવ્યા છે અને હવે આ માયાવી ગ્રહ રાહુ પણ શનિની જેમ જ તમામ રાશિના જાતકોને ફળ આપે છે. હાલમાં રાહુ ગુરુના ઘરે મીન રાશિ અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે. ત્રણ દિવસ બાદ એટલે કે 8મી જુલાઈના રોજ રાહુ શનિના નક્ષત્ર ઉત્તરાભાદ્રપદમાં પ્રવેશ કરી રહ્યા છે. રાહુને આનંદ ગમે છે અને તે જે નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે એનો સ્વભાવ પણ આનંદ લેવાનો છે. જે લોકો મા નક્ષત્ર સકારાત્મક છે એમના માટે ચોક્કસ જ આનંદી અને લાભદાયી રહેવાનો છે. આ નક્ષત્ર પરિવર્તનને કારણે અમુક રાશિના જાતકોનું સૂતેલું ભાગ્ય જાગી ઉઠશે, આર્થિક લાભ થઈ રહ્યો છે. શેરબજારમાં પણ રોકાણ કરીને પણ સારો એવો લાભ થઈ રહ્યો છે, ચાલો જોઈએ કોને કોને શનિના નક્ષત્ર પરિવર્તનથી લાભ થઈ રહ્યો છે-

After eight days, a powerful Raja Yoga

મેષ રાશિના જાતકો માટે રાહુનું શનિના નક્ષત્રમાં થયેલું ગોચર ખૂબ જ લાભદાયી સાબિત થવા જઈ રહ્યું છે. આ સમયગાળામાં તમે કોઈ જો કોઈ સ્કિલ ડેવલપમેન્ટનો કોર્સ કરવા માંગો છો તો એના માટે અનુકૂળ સમય છે. નોકરી કરવા માટે બહાર ક્યાંક જવું પડી શકે એમ છે. ટ્રાવેલિંગ સંબંધિત કામ કે નોકરી કરનારાઓની ભાગદોડ વધી શકે છે.

After eight days, a powerful Raja Yoga

આ રાશિના જાતકો માટે આ સમયે નવા નવા રસ્તાઓ ખુલી રહ્યા છે. જો લાંબા સમયથી કમાણી ઘટી ગઈ છે કે આવકના નવા નવા સ્રોત શોધી રહ્યા છો તો એના માટે આ સમય એકદમ અનુકૂળ છે. યુવા વર્ગને પણ તેમની યોગ્યતા અનુસાર રોજગાર મળવાની પૂરેપૂરી સંભાવનાઓ છે.

મિથુન રાશિના જાતકો આ સમયગાળામાં સખત પરિશ્રમ કરશે અને એના ફળ પણ તેમને મળશે. નોકરી કરી રહેલાં લોકો વેપાર કરવાનો વિચાર કરી શકે છે અને કોઈ નાની મોટી શરૂઆત પણ કરશે. આ માટે એકદમ અનુકૂળ સમય છે.

તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે રાહુના નક્ષત્ર પરિવર્તન બાદ સારો સમય શરૂ થઈ રહ્યો છે. કોઈ પરિક્ષાની તૈયારી કરી રહેલાં વિદ્યાર્થીઓને સફળતા મળી રહી છે. મહેનત કરવામાં કોઈ કસર બાકી રાખવી નહીં. વેપારીઓ અને નોકરી કરી રહેલાં લોકોને સફળતા મળી રહી છે. આ સમયગાળામાં તમારે ખૂબ જ સૂઝબૂઝથી આગળ વધવું પડશે.

વૃશ્ચિક રાશિના જાતકો પોતાના ક્ષેત્રમાં અપાર મહેનત કરશે. રાજકારણ સાથે સંકળાયેલા લોકો આ સમયગાળા દરમિયાન નવા નવા લોકોને મળી શકે છે. પબ્લિક ડિલિંગ સાથે સંકળાયેલા લોકો માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ છે.

કુંભ રાશિના જાતકો કોઈ સજ્જન વ્યક્તિને મળશે અને એને કારણે તેમના વ્યક્તિત્વમાં સારો એવો સુધારો જોવા મળશે. કોઈ કામને લઈને આળસ નહીં દેખાડો તો તેનો પૂરેપૂરો ફાયદો થઈ રહ્યો છે. સફળતા અને સમૃદ્ધિ તમારા કદમ ચૂમશે.

મીન રાશિના નોકરી કરી રહેલાં લોકોએ આ સમયગાળામાં આળસ કે કામમાં ઢીલ આપવાનું છોડવું જોઈએ. તમારા પ્રયાસો અને મહેનતને જોતા બોસ કે ઉપરી અધિકારી તમારાથી ખુશ થશે અને પ્રમોશન કે પગારવધારાના યોગ બની રહ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત