31st July યાદ રાખજો, નહીંતર થશે મોટું નુકસાન…
જો તમે ટેક્સપેયર છો તો સ્વાભાવિક છે દર વર્ષે તમે પણ ઈનકમ ટેક્સ રિટર્ન (Income Tax Return- ITR) ફાઈલ કરતાં જ હશો. દર વર્ષે નાણાંકીય વર્ષ માટે આઈટીઆર ફાઈલ કરવા માટેની અંતિમ તારીખ 31મી જુલાઈ હોય છે. પણ જો તમે સમય પહેલાં તમે તમારું રિટર્ન ફાઈલ ના કરો તો તેને કારણે નુકસાન ઉઠાવવાનો વારો પણ આવે છે. જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે અને એની સાથે જ 31મી જુલાઈનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. તમારે લાસ્ટ ડેટ સુધી રાહ ના જોવી જોઈએ. ચાલો આજે તમને જણાવીએ 31મી જુલાઈના રિટર્ન ફાઈલ ન કરવાથી તમને શું નુકસાન થશે…
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department)ના નવા નિયમ અનુસાર જો કોઈ ટેક્સપેયર આઈટીઆર દાખલ કરવામાં મોડું કરો છો કે નિષ્ફળ થાવ તો તે ઓટોમેટિકલી નવી ટેક્સ સિસ્ટમના દાયરામાં આવી જશે અને આ જ કારણે એ ફાઈનાન્શિયલ યર માટે જૂની ટેક્સ વ્યવવસ્થાને પસંદ કરવાની તેની ક્ષમતા પૂરી થઈ જશે. જો કોઈ વ્યક્તિ આઈટીઆર દાખલ કરવાની નક્કી કરેલી તારીખ ચૂકી જશે તો નવી ટેક્સ સિસ્ટમ પ્રમાણે લેટ આઈટીઆર ફાઈલ કરવામાં આવશે.
આઈટીઆઈર ફાઈલ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી મહત્ત્વની બાબત એ છે કે ટેક્સપેયર પાસે ટેક્સ સિસ્ટમ પસંદ કરવાનો વિકલ્પ હોય છે. દેશમાં હાલમાં બે નવી ટેક્સ સિસ્ટમ છે જૂની અને નવી ટેક્સ સિસ્ટમ. નવી વ્યવસ્થામાં અપડેટ કરવામાં આવેલા ટેક્સ સ્લેબ અને રિયાયતી દરનો સમાવેશ થાય છે, પરંતુ આ ધારા 80CCD (2) અને 80JJA હેઠળ કેટલીક કપાત અને છૂટનો દાવો કરવા પર પ્રતિબંધ મૂકે છે.
વાત કરીએ જૂની ટેક્સ સિસ્ટમની તો ટેક્સપેયરને વધુ રાહત મળે એ માટે નવી ટેક્સ સિસ્ટમ લાવવામાં આવી છે. આથી વિપરીત જૂની ટેક્સ સિસ્ટમ એક પ્રગતિશીલ ટેક્સ ઢાંચાનું પાલન કરે છે, જેમાં અનેક પ્રકારની છૂટ અને કપાતનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ હેઠળ હાઈ ઈનકમ કેટેગરી હાઈ ટેક્સ દર પર આધારિત છે.
Also Read –