આપણું ગુજરાતસ્પેશિયલ ફિચર્સ

આવતીકાલથી અષાઢ મહિનાની શરૂઆત : ગુરુ અને સુર્યની ઉપાસનાથી મેળવો મનમાંગ્યું ફળ

વિક્રમ સંવંત અનુસાર અષાઢનો મહિનો નવમો મહિનો છે જ્યારે અન્ય સંવત મુજબ ચોથો મહિનો છે. આ મહિનામાં ભગવાન સૂર્યની વિશેષ ઉપાસના કરવામાં આવે છે. આ સાથે જ આ મહિનામાં ભગવાન શીવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ મહિનો વર્ષાઋતુની શરૂઆતમાં આવે છે અને આથી આ મહિનાને સંધિકાળ ગણવામાં આવે છે. આ મહિનામાં વાતાવરણમાં પરિવર્તન થવાથી રોગચાળો પણ જોવા મળે છે. આ વર્ષે 6 જુલાઇથી અષાઢ મહિનો શરૂ થઈ રહ્યો છે.

અષાઢ મહિનામાં સૌથી ફળદાયી ઉપાસના હોય તો તે પોતાના ગુરુની છે. આ સિવાય દેવી માની પણ ઉપાસના કરવામાં આવે છે. શ્રી હરિ વિષ્ણુની ઉપાસના કરવાથી સંતાન પ્રાપ્તિનું વરદાન મળે છે. આ મહિનામાં જળદેવની ઉપાસના કરવાથી ધનની પ્રાપ્તિ સરળ થઈ જાય છે. આ મહિનામાં મંગળ અને સુર્યની ઉપાસના કરવાથી ઉર્જાનું સ્તર બન્યું રહે છે.

આ પણ વાંચો : Ahmedabad Rathyatra: રથયાત્રા દરમિયાન ડ્રોન ઉડાડવા પર થશે કડક કાર્યવાહી

અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમાના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુવરોના આશીર્વાદ મેળવવામાં આવે છે. આ મહિનો તીર્થયાત્રા કરવા માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં દાન અને ધ્યાન બંનેનું મહત્વ રહેલું છે. મીઠું, તાંબું, કાંસું, માટીના વાસણ, ઘઉં, ગોળ, ચોખા, તલ વગેરેનું દાન કરવું જોઈએ.

અષાઢ મહિનામાં ખાણી-પીણીની આ વસ્તુઓની ધ્યાન રાખો:

  1. આ મહિના પાણીવાળા ફળ ખાવા જોઈએ.
  2. તેલયુક્ત વસ્તુઓનું ઓછું સેવન કરવું જોઈએ.
  3. વાસી ભોજન ના ખાવો જોઈએ.
  4. બહારથી લાવેલી વસ્તુઓને ઉપયોગમાં લેતા પહેલા સારી રીતે ધોવો.
Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત