ટોપ ન્યૂઝનેશનલ

NEET PGની પરીક્ષાની નવી તારીખો જાહેરાત; આ રીતે ચેક કરો નોટિસ ….

નવી દિલ્હી: નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS)એ NEET PGની પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરી દીધી છે. હવે પરીક્ષાનું આયોજન 11 ઓગષ્ટ 2024ના રોજ બે શિફ્ટમાં કરવામાં આવશે. ઉમેદવાર આ નવા ટાઈમટેબલને ઓફિશિયલ વેબસાઇટ natboard.edu.in પર જોઈ શકે છે. આ સમયપત્રક ચેક કરવા માટે ઉમેદવારે અહી આપેલા સ્ટેપ્સને અનુસરી શકે છે.

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ તરફથી જાહેર કરવામાં આવેલા નોટિસમાં કહેવાયું છે કે NEET PGની પરીક્ષાનું આયોજન 11 મી ઓગષ્ટના રોજ યોજાશે. આ પરીક્ષાનું આયોજન બે તબક્કા કે શિફ્ટમાં યોજાવાની છે. પરીક્ષાનું કટ ઓફ 15 ઓગષ્ટના રોજ જાહેર કરવામાં આવશે. પરીક્ષાથી જોડાયેલી અપડેટ માટે ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ સાથે સતત સંપર્કમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં બિલ્ડરો પર તવાઈઃ એક હજારથી વધુ ખાતા ફ્રીજ કરાતા ખળભળાટ

NEET PG 2024નું આયોજન 23 જૂનના રોજ કરવામાં આવનાર હતું અને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ પરીક્ષાને હલ પૂરતી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ આજે આ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સની તરફથી કરવામાં આવી હતી.

કઈ રીતે જોવી સત્તાવાર જાહેરાત:

સ્ટેપ 1 – ઉમેદવારએ સૌથી પહેલા નેશનલ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સની સત્તાવાર વેબસાઇટ natboard.edu.in પર જવું.
સ્ટેપ 2 – હવે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સના હોમપેજ પર તમને પબ્લિક નોટિસ જોવા મળશે.
સ્ટેપ 3 – જાહેર કરેલ નિટીસમાં તમને સૌથી ઉપર NEET PG પરીક્ષાના સમયપત્રકથી જોડાયેલી લિન્ક જોવા મળશે.
સ્ટેપ 4- ઉમેદવારે એ લિન્ક પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 5- આ બાદ ઉમેદવારની સામે એક નવું પેજ ખુલશે.
સ્ટેપ 6- આ નોટિસ વાળા પેજને ઉમેદવાર ડાઉનલોડ કરી લે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button