આપણું ગુજરાત

‘હું આપઘાત કરી લઈશ’ રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ચીમકી

રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડ(Rajkot fire tragedy)માં આરોપી સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ અફીસર(TPO) મનસુખ સાગઠીયા(Mansukh Sagathiya)ની પૂછપરછ અને તપાસ બાદ તેણે આચરેલા ભ્રષ્ટાચારનો અને એકઠી કરેલી કાળી કમાણી સામે આવી રહી છે. સાગઠીયા સામે ગંભીર કલમો સાથે કેસ નોંધવામાં આવ્યા છે, હવે સાગઠીયાને કડક સજા થાય એ લગભગ નક્કી જ છે. આ સાથે સમાજમાં સાગઠીયાની આબરુના કાંકરા થઇ ગયા છે. આ બધાથી વાકેફ હતાશ થઇ ગયેલા સાગઠીયાએ તપાસ કરી રહેલા અધિકારીઓ ‘ હું આપઘાત કરી લઈશ’ એવી ધમકી આપી છે.

સાગઠીયાએ આપેલી ધમકીને કારણે એન્ટી કરપ્શન બ્યુરો(ACB)ના તપાસનીશ અધિકારીઓ સતર્ક થઇ ગયા છે. અહેવાલો મુજબ રિમાન્ડ પર રહેલા સાગઠીયા તપાસમાં સહકાર આપે, તેને પણ સથિયારો મળી રહે અને તે કોઈ આવિચારી પગલું ન ભરી લે તે માટે તેના સસરાને રોજ સવારથી સાંજ સુધી એસીબી કચરીએ સાથે રાખવામાં આવી રહ્યા છે.

અહેવાલો મુજબ છ દિવસની રિમાન્ડ પર રહેલો મનસુખ સાગઠીયા હતાશામાં ડૂબેલો છે અને તેના કોભાંડોની ચોકાવનારી એક પછી એક વિગતો સતત બહાર આવી છે, કરોડોની કાળી સંપતિ ઝડપાઈ છે. ACBના જણાવ્યા મુજબ સાગઠીયા સંપૂર્ણ સહકાર આપી રહ્યો છે અને બીજી તરફ સતત ‘આપઘાત કરી લઈશ’ એવી વાતો કરી રહ્યો છે. કોઈ અઘટીત ઘટના ન બને એ માટે નિવૃત પોલીસ અધિકારી એવા સાગઠીયાના સસરા ચીમનભાઈ સાદીયાની મદદ તપાસ દરમિયાન સાથે રાખવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : Rajkot અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી પાંચ કરોડ રોકડા અને 15 કિલો Gold મળ્યું

આગમાં બળીને ખાખ થયેલા ટીઆરપી ગેમનનું બાંધકામ ગેરકાયદે હોવા છતાં સાગઠીયા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાથી તેની સામે સૌ પ્રથમ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધવામાં હતો. ત્યાર બાદ તેને પોલીસથી બચવા બોગસ મીનીટસ બુક બનાવ્યા હોવાનું બહાર આવતા ખોટા દસ્તાવેજનો ઉપયોગ કર્યા અંગેનો ક્રાઈમ બ્રાન્ચમાં બીજો ગુનો નોંધાયો હતો.

ત્યાર બાદ ફરજ દરમિયાન કરોડોનો ભ્રષ્ટાચાર કર્યાનું એસીબીની તપાસમાં બહાર આવતા વધુ એક ભ્રષ્ટાચારનો ગુનો નોંધવાના આવ્યો છે. બાલાજી હોલ પાસેના ટવીન સ્ટાર ટાવરના નવમાં માળે આવેલી સાગઠીયાની વૈભવી ઓફિસના સીલ એસીબીના તપાસનીશ અધિકારી દ્વારા ખોલવામાં આવ્યા ત્યારે રૂ.15 કરોડનું સોનુ અને ચાંદી તેમજ ૩ કરોડ જેટલી રોકડ મળી આવી હતી.

સાગઠીયા સામે ત્રણ ગંભીર ગુના નોંધાયા હોવાથી પોતે છૂટી શકે તેમ ન હોવાના કારણે આપઘાત કરી લેવાની વાત કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button