આમચી મુંબઈસ્પોર્ટસ

આનંદ મહિન્દ્રાએ બદલ્યું મુંબઈના Marine Driveનું નામ, Suryakumar Yadavએ આપ્યું આવું રિએક્શન…

ગઈકાલે એટલે ગુરુવારની સાંજ 140 કરોડ ભારતીયો અને 1.25 કરોડથી વધુ મુંબઈગરા માટે ગૌરવની ક્ષણ લઈને આવી હતી અને હોય પણ કેમ નહીં ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડકપ-2024 (T-20 Worldcup-2024) જિતીને મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પહોંચી હતી. આ વિકટરી પરેડને ક્રિકેટપ્રેમીઓ દાયકાઓ સુધી યાદ રાખશે.

કોઈને અંદાજો પણ નહીં હોય કે આટલી મોટી સંખ્યામાં મરીનડ્રાઈવ અને વાનખેડે સ્ટેડિયમ ખાતે માનવમહેરામણ ઉમટશે. જોકે, આટલી મોટી સંખ્યામાં ઉમટેલા ક્રિકેટ ફેન્સને જોઈને મોટી મોટી હસ્તીઓ પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આપી રહી છે અને આ હસ્તીઓમાં ભારતના મોટા બિઝનેસમેન આનંદ મહિન્દ્રા (Businessman Anand Mahindra)નો સમાવેશ પણ થાય છે. આનંદ મહિન્દ્રાએ પણ સોશિયલ મીડિયા પર આ પરેડ અંગે રિએક્શન આપ્યું હતું, અને હવે આ રિએક્શન વાઈરલ થઈ રહ્યું છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં આનંદ મહિન્દ્રાએ લખ્યું હતું કે આ હવે મુંબઈનું ક્વીન્સ નેકલેસ નથી રહ્યું અને હવે એ મુંબઈની જાદૂ કી જપ્પી બની ગઈ છે. આનંદ મહિન્દ્રાના આ ટ્વીટ પર ટીમ ઈન્ડિયાના ક્રિકેટર સૂર્યકુમાર યાદવે (Indian Cricketer Suryakumar Yadav)એ પણ કમેન્ટ કરી છે અને અને લખ્યું છે કે શું વાત કહી છે સર તમે તો… સાઉથ આફ્રિકા સામે ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને છેલ્લી ઓવરમાં 16 રન ડિફેન્ડ કરવાના હતા. હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવરના પહેલાં જ બોલ પર ડેવિડ મિલરે મોટો શોટ માર્યો અને બાઉન્ડરી રોપ પર પાસે અંદર બહાર કરીને સૂર્યકુમાર યાદવે મેચ વિનિંગ કેચ કર્યો હતો અને આ કેચને લોકો વર્ષો સુધી યાદ રાખશે.

સોશિયલ મીડિયા પર લોકો હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ બંનેને જિતના હીરો તરીકે ઓળખાવી રહ્યા છે. રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ 29મી જૂનના ચેમ્પિયન બની ગઈ હતી, પરંતુ બાર્બાડોસમાં આવેલા તોફાનમાં ટીમ ઈન્ડિયા અટવાઈ પડી હતી અને ગુરુવારે ભારત પાછી ફરી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત