મુશળધાર વરસાદમાં પાંચ મહિનાના બાળક સાથે ઊભેલી મહિલાની વહારે આવી મુંબઈ પોલીસ…
મુંબઈઃ ગણેશોત્સવમાં હાલમાં પુણે, મુંબઈ અને અન્ય મોટા મોટા શહેરોમાં ગણેશભક્તોની ભીડ જોવા મળી રહી છે. આ ભીડને કારણે સામાન્ય નાગરિકોને પારાવાર હાલાકિ અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી જ એક ઘટના મુંબઈમાં એક મહિલા સાથે બની હતી.
મળી રહેલી માહિતી પ્રમાણે પાંચ દિવસના ગણેશ વિસર્જનને કારણે જમા થયેલાં ટ્રાફિકને કારણે કોઈ પણ ટેક્સી ડ્રાઈવર મહિલાને તેના નિર્ધારિત સ્થળે છોડવાની મનાઈ કરી રહ્યા હતા એવામાં મુંબઈમાં પોલીસ આ મહિલા અને તેના હાથમાં રહેલાં પાંચ મહિનાના બાળક માટે ભગવાન થઈને અવતર્યા હતા.
મહિલાના હાથમાં રહેલું બાળક ખૂબ દ રડી રહ્યું હતું અને તેમ છતાં એક પણ ટેક્સી ડ્રાઈવર તેને હા નહોતા પડી રહ્યા. લાંબા સમયથી મહિલા ટેક્સી મેળવવાનો પ્રયાસ કરી રહી હતી અને આખરે તે પરેશાન થઈ ગઈ હતી. ખૂબ જ ભીડ હોવાને કારણે ટેક્સીવાળાઓ ના પાડી રહ્યા હોવાને કારણે મુંબઈ પોલીસ આ મહિલાની મદદે આવી અને તેમણે આ મહિલાને પોતાની ગાડીમાં બેસાડીને ઘર સુધી મૂકી આવ્યા હતા.
આ ઘટના વિશે માહિતી આપતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી હતી અને એમાં જણાવવામાં આવ્યું હતું કે અમે ચર્ની રોડ સ્ટેશન પર ઊભા હતા. મારા હાથમાં પાંચ મહિનાનું બાળક રડી રહ્યું હતું. ગણેશ વિસર્જનને કારણે કોઈ પણ ટેક્સીચાલક હા નહોતા પાડી રહ્યા. પણ મુંબઈ પોલીસે અમને ઘરે પહોંચવામાં મદદ કરી. એમનો ખૂબ ખૂબ આભાર. જય હિંદ, જય મહારાષ્ટ્ર…
A child's happiness is a statement of its own.
— मुंबई पोलीस – Mumbai Police (@MumbaiPolice) September 23, 2023
Words cannot adequately describe it.
Thanks! https://t.co/2lLQeU2yeA
આ પોસ્ટના જવાબમાં મુંબઈ પોલીસે એવો રિપ્લાય કર્યો હતો કે બાળકનો આનંદ એ જ અમારા માટે સૌથી વધુ મહત્ત્વનું છે, જેનું વર્ણન કરવા માટે અમારી પાસે યોગ્ય શબ્દ નથી. ધન્યવાદ…આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ આ વીડિયો પર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.