આપણું ગુજરાત

અમદાવાદમાં ખારી નદીમાં ફેકટરી માલિકોએ કેમિકલયુક્ત પાણી છોડ્યું, સ્થનિકો પરેશાન

અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદી બાદ હવે ખારી નદી પણ કેમિકલયુકત તથા ડ્રેનેજનું પાણી ઠાલવવામાં આવતા પ્રદૂષિત બની ગઈ છે. હાથીજણના વિવેકાનંદનગર પાસે આવેલા બ્રિજ પાસેથી પસાર થતા પાણીમાં ફીણ જોવા મળ્યા છે. વિવેકાનંદનગર વિસ્તારમાંથી ખારી નદીમાં ઘરગથ્થુ ગંદા પાણી તથા ઔદ્યોગિક પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાથી સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મળતી મહિતી મુજબ અમદાવાદ શહેરના હાથીજણના વિવેકાનંદનગર પાસેથી પસાર થતી ખારી નદીમાં ફેકટરી માલિકો દ્વારા જાહેરમાં બેરોકટોક કેમિકલના પાણી છોડાઈ રહ્યાં છે જેના કારણે નદીમાં પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. સ્થાનિકોની ફરિયાદ છે કે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન (AMC)ના અધિકારીઓની મિલીભગતના કારણે પરિસ્થિતિમા કોઇ સુધારો થયો નથી. કોર્પોરેશન તેમજ જીપીસીબીને અનેક વાર રજૂઆત છતા પરીણામ શૂન્ય રહ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સાબરમતી નદી પ્રદૂષણ સુઓમોટો કેસમાં હાઇકોર્ટના આદેશ મુજબ AMCએ STP પ્લાન્ટ અંગે મ્યુનિસિપલ કમિશનરની એફિડેવિટ અંતર્ગત બ્લૂ પ્રિન્ટ કોર્ટ સમક્ષ મૂકી હતી. જેમાં AMCએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ઇન્ડસ્ટ્રીયલ કેમિકલને ડ્રેનેજ લાઇનમાં ભળતુ રોકવા નિરીક્ષણ માટે માણસો મુક્યા છે. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રોસેસ (STP) કેમિકલ યુક્ત પાણી ટ્રિટ કરી શકતા નથી. કેમિકલ યુક્ત ઇન્ડસ્ટ્રીયલ કચરો STP, ડ્રેનેજ અને પંપીંગને નુકસાન કરે છે. STPમાં બાયોલોજીકલ પ્રોસેસને કેમિકલ નુકસાન કરે છે. AMC 2040 સુધીની ક્ષમતાને પહોંચી વળવા STPની વ્યવસ્થા કરશે.

તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઈન્ચાર્જ પ્રાદેશિક અધિકારીએ છ એપ્રિલ-૨૪ના દિવસે રામોલમાં મનપાને સીલ કરેલી પાઈપ લાઈન તોડી કેમિકલ માફીયાઓ દ્વારા રાત્રિના સમયે ટેન્કરો દ્વારા અથવા પાઈપ લાઈનથી કેમિકલ વેસ્ટનો નિકાલ ખારી નદીમાં કરવામા આવતો હોવાથી પોલીસ ઈન્સપેકટર હાથીજણ, વિવેકાનંદ નગર તથા વટવાને કાર્યવાહી કરવા લેખિતમાં સુચના આપી હતી.આમ છતાં પોલીસ દ્વારા કેમિકલ માફીયાઓ દ્વારા બેરોકટોક નદીમાં ઠાલવવામા આવતા કેમિકલ યુકત પાણીને અટકાવવા કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત