T20 World Cup 2024સ્પોર્ટસ

મુંબઈ એરપોર્ટ પર ઉતરતાં જ Rohit Sharmaએ Hardik Pandyaને સોંપી આ મહત્ત્વની વસ્તુ…

ગુરુવારની સાંજે મુંબઈના મરીનડ્રાઈવ ખાતે ટી20 વર્લ્ડકપ-2024 (T-20 Worldcup-2024) જિતીને વિકટરી પરેડ કરી હતી. ટીમ ઈન્ડિયા (Team India)ને વધાવવા, વિજય તિલક કરવા હજારોની સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ, મુંબઈગરાઓ પહોંચ્યા હતા. ટીમ ઈન્ડિયા ગઈકાલે જ સવારે દિલ્હી પહોંચી હતી અને દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ને મળીને મુંબઈ આવવા નીકળી હતી. આ દરમિયાન જ કંઈક એવું થયું હતું કે લોકો રોહિત શર્માના વખાણ કરતાં નથી થાકી રહ્યા.

ટીમ ઈન્ડિયા જેવી મુંબઈ એરપોર્ટ પર પહોંચી કે ટીમના કેપ્ટન રોહિત શર્મા (Captain Rohit Sharma)એ એક મહત્ત્વની વસ્તુ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા (Indian Cricket Hardik Pandya)ને સોંપી હતી. રોહિત શર્માનું આ સ્વીટ ગેસ્ચર ક્રિકેટના ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું રોહિત શર્માએ…

વાત જાણે એમ છે કે ટીમ ઈન્ડિયા જેવી મુંબઈ એરપોર્ટ પર પહોંચી એટલે તરત જ રોહિત શર્માએ વર્લ્ડકપની ટ્રોફી હાર્દિક પંડ્યાને સોંપીને પોતાના મોટા મનનો પરિચય આપ્યો હતો. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ એક પછી એક એરપોર્ટ પરથી બહાર નીકળીને આવી રહ્યા હતા, ત્યારે ટ્રોફી રોહિત શર્મા પાસે હશે, એવી બધાની ગણતરી હતી, પણ પરંતુ એવું થયું નહીં.

રોહિતે ટ્રોફી હાર્દિક પંડ્યાને આપી દીધી. રોહિતના આ સ્વીટ ગેસ્ચરના સોશિયલ મીડિયા પર ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.
મુંબઈના વાનખેડે જવા નીકળેલા ટીમ ઈન્ડિયાના વિજય રથને વધાવવા માટે હજારોની સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ હાજર રહ્યા હતા. પોતાના મનગમતા ક્રિકેટરની એક ઝલક જોવા માટે કલાકો સુધી વરસાદમાં રાહ જોતાં પણ મુંબઈગરા થાક્યા નહોતા. દરમિયાન હાર્દિક પંડ્યાએ પણ સોશિયલ મીડિયા પર ટ્રોફી સાથેનો ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે સી યુ સૂન વાનખેડે… આ ફોટો પણ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button