મુંબઈ બાદ હવે આ શહેરમાં ટીમ ઈન્ડિયાની ‘વિક્ટરી પરેડ’
T-20 ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાનું ગઇકાલે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જીતમાં દરેક વ્યક્તિ સામેલ હતી. આ જીતની ઉજવણી મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં મોટા પાયે કરવામાં આવી હતી, જ્યાં તમામ ખેલાડીઓની સાથે દેશભરના ઘણા ચાહકોએ પણ ભાગ લીધો હતો. લાખોની ભીડ ભારતની જીતની ઉજવણી કરતી જોવા મળી હતી. હવે મોહમ્મદ સિરાજે મોટી જાહેરાત કરીને જણાવ્યું છે કે મુંબઇ બાદ આ શહેરમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળશે, જ્યાં ભારતીય ખેલાડીઓમાટે ખાસ વિજય પરેડ યોજવામાં આવશે.
ટી-20 વર્લ્ડ કપ 2024ની વિજેતા ટીમનો હિસ્સો રહેલા મોહમ્મદ સિરાજે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક મોટી જાહેરાત કરી છે. તેણે લખ્યું છે કે ચાલો વિશ્વ ચેમ્પિયન મોહમ્મદ સિરાજ સાથે હૈદરાબાદમાં વિજય રેલી કાઢીએ. આ વિક્ટરી રેલીનું આયોજન આજે સાંજે એટલે કે પાંચ જુલાઇએ સાંજે 6.30 કલાકે હૈદરાબાદની સરોજિની આઇ હૉસ્પિટલ મહેદીપટનમથી ઇદગાહ ગ્રાઉન્ડ સુધી કરવામાં આવ્યું છે.
નોંધનીય છએ કે મુંબઇમાં ગઇ કાલે સાંજે જ્યારે વિક્ટરી રેલી નીકળી ત્યારે ચેમ્પિયનોને જોવા માટે ચાહકોનું પૂર ઉમટી પડ્યું હતું.
મોહમ્મદ સિરાજની વાત કરીએ તો T20 વર્લ્ડ કપમાં કુલ ત્રણ મેચ રમી હતી. ન્યૂયોર્કમાં રમાયેલી ટીમ ઈન્ડિયાની ત્રણેય મેચમાં તેઓ રમ્યા હતા. ત્યાર બાદ વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલી તમામ મેચોમાં તેમને ટીમમાં લેવામાં નહોતા આવ્યા. તેમના સ્થાને કુલદીપ યાદવને પ્લેઇંગ 11માં લેવામાં આવ્યા હતા. સિરાજે ત્રણ મેચમાં માત્ર એક જ વિકેટ લીધી હતી, પણ તેમણે ખુબ જ ચુસ્ત બોલિંગ કરી હતી અને ઘણા ઓછાં રન આપ્યા હતા. આ તેમનો પહેલો T20 વર્લ્ડ કપ હતો. આ પહેલા તેઓ 2023માં ODI વર્લ્ડ કપ રમી ચૂક્યા છે.
Also Read –