છેલ્લા કેટલાક દિવસોના ઉછાળા બાદ આજે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં 100થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો અને સેન્સેક્સમાં 400 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટીમાં સૌથી વધુ 1.42 ટકાનો ઘટાડો થયો છે. દરમિયાન મૂડીકરણની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી ખાનગી બેંક- HDFC Bankના શેરમાં આજે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. એચડીએફસી બેંકના શેરમાં રોકાણકારોને ભારે નુકસાન થયું છે.
શુક્રવારે બજાર ખુલ્યાના થોડા સમયમાં જ HDFC બેન્કના શેરમાં 4 ટકાથી વધુનું ગાબડું પડ્યું હતું. શેરોમાં ભારે ઘટાડાને કારણે એચડીએફસી બેન્કના રોકાણકારોના મૂલ્યમાં રૂ. 53000 કરોડનો ઘટાડો થયો છે.
શુક્રવારે બજાર ખુલ્યાના થોડા સમય બાદ HDFC બેન્કના શેરમાં 4 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. શેરોમાં ભારે ઘટાડાથી HDFC બેન્કનું માર્કેટ કેપ રૂ. 53,000 કરોડ ઘટ્યું છે. એટલે કે એચડીએફસી બેન્કના રોકાણકારોના મૂલ્યમાં રૂ. 53000 કરોડનો ઘટાડો થયો છે. હાલમાં ખાનગી ક્ષેત્રની મોટી બેંકોની માર્કેટ કેપ 13.13 લાખ કરોડ રૂપિયા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી HDFC બેંકના શેર 4.26 ટકાના ઘટાડા સાથે 1653 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા.
| Also Read: બેંક નિફ્ટી ધૂમ તેજી સાથે 53,000ને પાર: HDFCકેમ ઊછળ્યો?
બેંકેો જૂન ક્વાર્ટરમાં લોન અને એડવાન્સિસ અને ડિપોઝિટ વૃદ્ધિ અંગેના બિઝનેસ અપડેટ આપ્યા બાદ તેના શેર્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બેંકે જૂન ક્વાર્ટરના પરિણામો પહેલા એક અપડેટ બહાર પાડ્યું છે, જે મુજબ HDFC બેંક માટે લોન વિતરણ અને થાપણ વૃદ્ધિ સામાન્ય રીતે ઓછી રહી છે.