ટોપ ન્યૂઝનેશનલ

Hathras: રાહુલ ગાંધી અલીગઢ પહોંચ્યા, હાથરસ નાસભાગના પીડિતોના પરિવારને મળશે

અલીગઢ: ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી દર્દનાક નાસભાગની ધટના(Hathras Stampede)માં 121 નિર્દોષોએ જીવ ગુમાવ્યો છે, આરોપીઓને પકડવા પોલીસની ઢીલી કામગીરી બાબતે સવાલો ઉઠી રહ્યા છે. એવામાં ગઈ કાલે જાહેરાત કરવામાં આવી હતી કે રાહુલ ગાંધી(Rahul Gandhi) હાથરસમાં પીડિતોના પરિવારની મુલાકાત લેશે, જેના મામલે રાજકારણ ગરમાયું છે. અહેવાલ મુજબ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના હાથરસ જવા રવાના થઈ ગયા છે.

આજે રાહુલ ગાંધી નાસભાગમાં માર્યા ગયેલા 121 લોકોના પરિવારજનોને મળશે. રાહુલ ગાંધીને આ મુલાકાત, ઘટના બાદ વિપક્ષના વરિષ્ઠ નેતાની હાથરસની આ પ્રથમ મુલાકાત હશે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બુધવારે હાથરસની મુલાકાત લીધી હતી અને પીડિતોને મળ્યા હતા.

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે કહ્યું, “અમારા નેતા રાહુલ ગાંધી શુક્રવારે હાથરસ જશે. તે ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને મળશે.” અજય રાયે આ ઘટના માટે ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી હતી. આ પહેલા કેસી વેણુગોપાલે માહિતી આપી હતી કે રાહુલ ગાંધી હાથરસ જવાની યોજના બનાવી રહ્યા છે. તે ત્યાં જઈને અસરગ્રસ્ત લોકો સાથે વાત કરશે.

હાથરસ ઘટનામાં મૃત્યુઆંક 121એ પહોંચ્યો છે અને ઘણા લોકો હજુ પણ ઘાયલ છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભોલે બાબા બાબા નારાયણ હરિ ઉર્ફે સાકર વિશ્વ હરિ દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં FIRમાં તેનું નામ નથી.

હાથરસ દુર્ઘટના બાબતે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે – “ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન નાસભાગને કારણે ઘણા ભક્તોના મોતના સમાચાર અત્યંત દુઃખદાયક છે. તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરતાં, હું ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું. સરકાર અને વહીવટીતંત્રને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઘાયલોને શક્ય તમામ સારવાર અને અસરગ્રસ્ત પરિવારોને રાહત આપે. INDIA ગઠબંધનના તમામ કાર્યકર્તાઓને રાહત અને બચાવમાં સહયોગ આપવા વિનંતી.”

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button