મનોરંજન

જવાન’ની સામે વિકી કૌશલની ફિલ્મના ડબ્બા ડુલ, પહેલા દિવસે દોઢ કરોડ પણ માંડમાંડ ખેંચી શકી

બોલીવુડના લોકલાડીલા અભિનેતા વિકી કૌશલની ફિલ્મ ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફેમીલી’ આ શુક્રવારે સિનેમાઘરોમાં રજૂ થઇ છે. જો કે થિયેટરોમાં તો હજુપણ જવાનનો વંટોળ છવાયેલો છે. એવામાં વિકીની ફિલ્મ પર જાણે લોકોનુ હજુ ધ્યાન જ પડ્યું ન હોય તેમ રિલીઝના પહેલા દિવસે આ ફિલ્મ માંડ 1 થી 1.5 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકી હતી.

તો બીજી બાજુ કિંગ ખાનની ફિલ્મ જવાનને રિલીઝ થયે 15 દિવસથી પણ વધુ સમય થઇ ગયો છે અને બોક્સ ઓફસ પર તેની કમાણીની રફતાર હજુ ચાલુ જ છે. અત્યાર સુધી આ ફિલ્મ 400 કરોડથી પણ વધુ કમાઇ ચુકી છે જેને કારણે હવે નવી રજૂ થનારી ફિલ્મો સામે પણ કમાણીના મામલે પડકાર ફેંકાયો છે.


વિકી કૌશલની ફિલ્મ ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફેમીલી’ સમાજમાં ધાર્મિક ભેદભાવોના વિષયને રજૂ કરતી કથા છે.


ફિલ્મની કથા ઉપરાંત વિકી કૌશલ જેવો અભિનેતા હોવા છતા ફિલ્મના મેકર્સે તેના માર્કેટિંગમાં થોડી કચાશ રાખી હોવાનું લાગી રહ્યું છે. કારણકે વિકી કૌશલની તમામ ફિલ્મોની સરખામણીમાં આ ફિલ્મે ઓપનિંગ ડે પર સૌથી ઓછું કલેક્શન કર્યું છે. આ ફિલ્મને 1000થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે.

તેમજ તેને રિવ્યુ પણ ઠીકઠીક મળી રહ્યા છે. વર્ડ ઓફ માઉથ પબ્લિસીટીને કારણે કદાચ હવે ફિલ્મ ઉંચકાય તેવી આશા ફિલ્મના નિર્માતા-નિર્દેશક સેવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button