અમેરિકાની ગુપ્ત માહિતીના આધારે કેનેડાએ ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો!
કેનડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યા બાબતે ભારત અને કેનેડા વચ્ચે વકરી રહેલા વિવાદ વચ્ચે ચોંકવનારા ખુલાસા થઇ રહ્યા છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની કથિત સંડોવણી અંગે ગુપ્ત માહિતી અમેરિકાએ કેનેડા સાથે શેર કરી હતી.
અમેરિકા એક જાણીતાં અખબારના આહેવાલ મુજબ અમેરિકન ગુપ્તચર એજન્સીઓએ વાનકુવર વિસ્તારમાં એક શીખ અલગતાવાદી નેતાની હત્યા બાદ કેનેડાને માહિતી મોકલી હતી, કેનેડા આ ગુપ્ત માહિતીને આધારે ભારત પર આ હત્યાના આરોપ લગાવ્યા હતા.
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે યુએસ ગુપ્તચર એજન્સીઓએ ભારતીય રાજદ્વારીઓના સંદેશાવ્યવહારને ઇન્ટરસેપ્ટ કર્યો હતો. યુએસ ગુપ્તચર એજન્સીના અધિકારીઓએ કેનેડામાં તેમના સમકક્ષોને ઇન્ટરસેપ્ટ કરેલો ડેટા મોકલ્યો હતો અને તેના આધારે કથિત આરોપો લગાવવામાં આવ્યા છે.
બીજી તરફ ભારત સરકારના સૂત્રોએ દાવો કર્યો છે કે કેનેડાએ ભારત સાથે કોઈ પુરાવા શેર કર્યા નથી, ન તો કોઈ માહિતી આપવામાં આવી છે. જ્યારે કેનેડાના વડા પ્રધાને દાવો કર્યો હતો કે તેમણે અઠવાડિયા પહેલા ભારત સાથે માહિતી શેર કરી હતી.
કેનેડા અને ભારત વચ્ચેના તણાવનું કારણ કેનેડાના વડાપ્રધાને ભારત લગાવેલા આરોપ છે. કેનેડાના વડાપ્રધાને વડા પ્રધાને આરોપ લગાવ્યો હતો કે કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોઈ શકે છે. આ પછી કેનેડાએ ભારતીય રાજદૂત પવન કુમાર રાયને ભારત પાછા મોકલ્યા હતા, જેના જવાબમાં ભારતે પણ કેનેડાના રાજદૂતને કેનેડા જવા માટે 5 દિવસનો સમય આપ્યો હતો.