મનોરંજન

EDના રડાર પર ટીવી જગતની આ બે જાણીતી બહેનો, કરણ વાહી પણ ફસાયો, જાણો કારણ

મની લોન્ડરિંગના કેસમાં ફરી એકવાર ઘણા કલાકારો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના રડાર પર છે. EDએ બુધવારે મની લોન્ડરિંગ કેસમાં ટેલિવિઝન અભિનેતા કરણ વાહી અને અભિનેત્રી ક્રિસ્ટલ ડિસોઝા પૂછપરછ કરી છે. ED આ કેસમાં નિયા શર્માને પહેલા જ સમન્સ મોકલી ચૂક્યું છે. આ પ્રખ્યાત ટીવી સ્ટાર્સ પર પૈસાના બદલામાં ઓનલાઈન ફોરેક્સ ટ્રેડિંગ એપ OctaFxને પ્રમોટ કરવાનો આરોપ છે. અભિનેતા કરણ વાહી, અભિનેત્રી ક્રિસ્ટલ ડિસોઝા અને નિયા શર્મા ટીવી જગતના પ્રખ્યાત સ્ટાર્સ છે. આ ત્રણેય કલાકારો હાલમાં EDના રડાર પર છે.

ED એ ગેરકાયદેસર ઓનલાઈન ફોરેક્સ ટ્રેડિંગ એપ OctaFx સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં એપ્રિલ મહિનામાં મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને દિલ્હીના અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હવે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે અને કલાકારોના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. EDએ આજે ​​આ કેસમાં કરણ અને ક્રિસ્ટલની સંડોવણી અંગે પૂછપરછ કરી હતી અને નિયા શર્માને પણ સમન્સ જારી કર્યું હતું.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કરણ વાહી ‘રાયસિંઘાણી વર્સેસ રાયસિંઘાણી’માં જોવા મળીરહ્યો છે. તે ‘દિલ મિલ ગયે’ અને ‘ચન્ના મેરેયા’ જેવા શો કરી ચૂક્યો છે. કરણ રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડી 10નો પણ ભાગ રહી ચૂક્યો છે. કરણ વાહી દાવત-એ-ઇશ્ક અને હેટ સ્ટોરી 4 જેવી ફિલ્મોમાં પણ અભિનય કરતો જોવા મળ્યો છે. નિયા અને ક્રિસ્ટલ ‘એક હજારો મેં મેરી બેહના હૈ’ માટે જાણીતી છે. આ સીરિયલમાં બંનેએ બહેનનો રોલ કર્યો હતો, જેને લોકોએ ઘણો પસંદ કર્યો હતો. બંનેએ આજે પણ આ સંબંધ જાળવી રાખ્યો છે. ક્રિસ્ટલે ‘બ્રહ્મરાક્ષસ’, ‘બેલન વાલી બહુ’ અને ‘એક નયી પહેચાન’ માં કામ કર્યું છે. નિયા શર્માની વાત કરીએ તો તે હાલમાં ‘સુહાગન ચૂદૈલ’ અને ‘લાફ્ટર શેફ’માં જોવા મળી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button